Charchapatra

આપણો દરેક તહેવાર સંસ્કૃતિની જાળવણીનું પ્રતીક

અંગ્રેજોથી સ્વતંત્રતા મેળવીને આપણે બધાં અંગ્રેજી ભાષાની સાથે સાથે હિન્દુ પંચાંગ તેમજ કેલેન્ડર પર આધારિત થયા.એટલે સ્વતંત્રતા પછી ની નવી જનરેશન જાન્યુઆરીથી ડિસેમ્બરને એક વર્ષ તરીકે ગણવા માંડી. જાન્યુઆરીની શરૂઆત મકર સંક્રાંતિ પર્વની ઉજવણીથી થાય છે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશને મકરસંક્રાંતિ કે ઉત્તરાયણ પણ કહે છે.ઋતુમાં શરદ અને મહિનો પોષ. આ ઋતુમાં પાકતા નવા અનાજ શાકભાજીને સહુ થી પહેલાં  ભગવાનને ધરાવવાના મહિમા સાથે વ્રત અને દાનનો મહિમા પણ છે.

મંદિરમાં ભગવાનની સન્મુખ વ્રત લેવું એટલે સ્વને એક શિસ્ત નિયમમાં ઢાળવાનો સંકલ્પ લેવો. કોઈ પણ અન્નને ગ્રહણ કરવા પહેલાં ભગવાનનું નામ લેવાનો એક ક્રમબદ્ધ નિયમ.વળી ગાયને તલ,લીલા ચણા,શેરડી ,બોર જેવો પૌષ્ટિક ખોરાક ખવડાવી ગાયને માતાનો દરજ્જો આપવાનો શુભ હેતુ પણ વણાયેલો છે. આમ માત્ર ઉત્તરાયણ પતંગ ચગાવી અને ધારદાર દોરી , ચાઇનીઝ દોરીથી અન્યના  પતંગને કાપવો કે ઊંધિયું ,પુરી ,તલ સાંકળી ,બોર ખાવા પૂરતો જ સીમિત નથી પરંતુ અન્ય જીવોનું ધ્યાન રાખવું અને શિસ્ત જાળવવું પણ એટલું જ જરૂરી છે.
સુરત     – સીમા પરીખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

નકલી વસ્તુનો જમાનો
માણસ જીવે તો કેવી રીતે જીવે? આપણા દેશમાં નકલી ડોકટર હદ થાય છે. નકલી દવા, નકલી માર્કસીટ, નકલી રૂપિયા, નકલી અનાજ-મસાલા, નકલી દૂધ, ઘી, પનીર. અરે, પાણી પીવાની બોટલો પણ નકલી. આટલી હદ સુધીના માનવી સાથે ચેડાં થાય ત્યારે માણસ લાચાર થઇ જાય છે. મને ખબર છે સુરતમાં પ્લેગ વખતે એક દવા કેપ્સુલ વેચાતી હતી. પાછળથી ખબર પડી કે એ કેપ્સુલમાં લોટ ભરીને કોઇક વેચતું હતું.

આવાં કૌભાંડો થાય ત્યાં શું વિચારવાનું. આ કાળા બજારના દિવસો આવા ગોરખધંધા આપણે ભોગવવાં પડશે. બધું સહન થાય પણ ખાદ્ય ખોરાક સાથે ચેડાં એ ખૂબ જ સંવેદનશીલ વાત કહેવાય. આવું કરનારની બાતમી આપનારને ઇનામ આપો અને આવાં ચેડાં કરનારને આજીવન કેદની સજા કરો તો જ એક દાખલો બેસશે. નહીંતર વર્ષો વરસ આવું જ સહન કરવાનું આવશે. અન્ન ખાધા વિના હવા પાણી વગર માણસ જીવી શકતો નથી તથા હવા પ્રદૂષિત વાયરસવાળી અને પાણી અશુધ્ધ અને ખોરાકમાં મિલાવટ નકલીપણાનું સામ્રાજય ખતમ કરો. આ નહીં સાંખી લેવાય.
સુરત              – તૃષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top