Charchapatra

સુરત કોટ વિસ્તારની ડાઇંગ મિલો

સુરત વર્ષોથી કાપડ ઉદ્યોગમાં અગ્રેસર છે. સુરતમાં ઘરે ઘરે કાપડના લુમ્સ ચાલતા હતા. કાપડ ઉદ્યોગમાં ખત્રી જ્ઞાતિનાં લોકો સંકળાયેલાં હતાં. કાપડના ડાઈંગ પ્રિન્ટ માંટે સુરતના ખત્રી સમાજના અને અન્ય લોકોએ મિલો ચાલુ કરી હતી.કાપડ ડાઈંગ કરી સુરત બહાર મોકલવામાં આવતું હતું.સુરત કોટ વિસ્તાર અને તેની નજીક જે મિલો ચાલતી હતી તેઓનાં નામો લાલ દરવાજા ખાતે હિમસન મિલ,વસંત ડાઈંગ.સ્ટેશન પાસે સિલ્કવાલા મિલ,ગુલામબાબા મિલ.બેગમપુરામાં વિકાસ ડાઇંગ,વિરપ્રભુ ડાઈંગ,હાથીવાલા ડાઈંગ,વખારીયા વલ્કલ,સુરત કોટન મિલ,નિરંજન મિલ,શશીકાંત ડાઈંગ સહારા દરવાજા ખાતે ગાર્ડન મિલ,કમલા ડાઈંગ અને અનિલ ડાઈંગ.સલાબતપુરામાં રાજકુમાર મિલ,કૃષ્ણારામ ડાઈંગ,જે એલ વખારીયા મિલ(કોહિનૂર ડાઈંગ),જયશ્રી પ્રિન્ટસ,અજય પ્રકાશ ડાઈંગ,રોહિત મિલ,રીંગરોડ પર લક્ષ્મી ડાઈંગ,વિઠ્ઠલ ડાઈંગ,વણકર સંઘ.રૂસ્તમપુરામાં કાપડિયા ડાઈંગ અને નેમલાવાલા તપેલા ડાઈંગ.સગરામપુરામાં પેરેડાઇઝ પ્રિન્ટસ,શાંતિ ડાઈંગ,ભગવતી ડાઈંગ,દિનેશ ડાઈંગ.ઉધના દરવાજા પર ધમણવાલા મિલ વિ.ડાઈંગ મિલો ધમધમતી હતી.સુરતમાં જ કાપડ વણાતું,સુરતમાં રંગાતું અને એ તૈયાર કાપડ સુરતીઓ દ્વારા નિર્માણાધીન સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેચાતું.સુરતના કાપડ ઉદ્યોગની જાહોજલાલીમાં ખત્રી સમાજનો સિંહફાળો છે.
સુરત     – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ભારતમાં બાંગ્લા દેશવાળી ન થાય તે જોજો
ભૂતપૂર્વ વડા પ્રધાન અને સર્વપ્રિય નેતા સ્વ.અટલબિહારી બાજપાઈએ તેમના કાર્યકાળ દરમ્યાન એક જાહેર સભામાં કહેલ વાત કાને ધરવા જેવી છે. આ વાત માત્ર રાજકારણને જ નથી લાગુ પડતી.પણ આપણા  સમાજના બધા વર્ગોને કામ આવે એવી છે.એમણે કહેલું, ‘ આપણે શું? માનસિકતામાંથી બહાર આવો’ અને બીજું ‘ પડોશમાં બનતી ઘટનાઓ પર ધ્યાન આપી આપણું ઘર સરખું  કરો. મને બરાબર યાદ છે કે તે વખતે એમનો ગર્ભિત ઈશારો પાકિસ્તાન તરફ હતો.

ભારતમાં છેલ્લાં દસ વર્ષથી અને હવે ત્રીજી ટર્મમાં પણ ભાજપ સરકાર પરનો ભરોસો લોકોએ બરકરાર રાખ્યો છે.એ પક્ષ અને એની નેતાગીરી માટે આનંદની વાત છે.હું મારી રીતે કહું તો ભાજપાના એક હાથમાં કમળ છે પણ બીજા હાથમાં ત્રિશૂળ વારસામાં મળ્યું છે.એટલે કે મોંઘવારી,  બેરોજગારી અને ભ્રષ્ટાચાર.મારા એક મિત્રે કહ્યું કે ભ્રષ્ટાચાર તો થોડે ઘણે અંશે રાજા રામના વખતમાં પણ હતો જ.એ પાંગળો બચાવ હવે નહિ ચાલે.એક ગીત છે કે ‘થોડા હૈ, થોડેકી જરૂરત હૈ’,એટલે કે રાહતની,રાહતની રાજનીતિ તરફ વળવાનો સમય આવી ગયો છે.
સુરત     -પ્રભાકર ધોળકિયા  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top