સુરત: રિંગરોડ મિલેનિયમ ટેક્ષટાઈલ માર્કેટ-૨ માં (Textile Market-2) ભૌતિક ટેક્ષટાઈલ પ્રા,.લિના નામે ધંધો કરતા સાવલીયા દંપતિએ અનેક વેપારી પાસેથી કુલ રૂપિયા 1.50 કરોડનો ડાઈડ કાપડનો (Dyed cloth) માલ ખરીદ્યા બાદ નિયત કરેલા સમય મર્યાદામાં પેમેન્ટ (Payment) નહી ચુકવી દુકાનને તાળા મારી રફુચક્કર થઈ ગયા હતા. સાવીલાય દંપતિ એ ઉઠમણું કરતા અનેક વેપારીઓના નાણા ફસાયા છે. પોલીસે (Police) ભોગ બનેલા વેપારીની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
- મિલેનિયમ ટેક્ષટાઈલ માર્કેટમાં સાવલિયા દંપતિનું 1.50 કરોડોમાં ઉઠમણું
- શરુઆતમાં પેમેન્ટ આપી દેવાના ખોટા વાયદાઓ કરી સમય પસાર કર્યા બાદ રાતોરાત ઉઠમણું કરી ફરાર થઈ ગયા
- દંપતિએ ઉઠમણું કયું હોવાનુ બહાર આવતા વેપારીઓ દોડતા થઈ ગયા
સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કામરેજ સૌરીન સોસાયટીમાં રહેતા ફ્લેટ નં 110માં રહેતા ભૌતિક હરસુખ સાવલીયા અને તેની પત્ની કોમલબેન રિંગરોડ મિલેનિયમ ટેક્ષટાઈલ માર્કેટ-2 માં ભૌતિક ટેક્ષટાઈલ પ્રા.લીના નામે ધંધો કરે છે. સાવલીયા દંપતિએ 1માં અભિનંદન ફેબના નામથી ધંધો કરતા અંકુર હસમુખભાઈ કુલ મહેતા (ઉ.વ.39.૨હે, સીમનઘર હાઈટ્સ પાલ અઢાજણ) ને વિશ્વાસમાં લઈ ગત 30 નવેમ્બર 2021 થી 9 એપ્રિલ 2022 સુધીમાં ટુકડે ટુકડે કુલ 22.69 લાખનો જયારે અન્ય વેપારીઓ પાસેથી આંજણા ફાર્મ એચટીસી માર્કેટ-ટુકડે 1.27 કરોડનો મળી કુલ 1.50 કરોડનો પ્લેન (ડાઈડ) કાપડનો માલ ખરીદ્યો હતો. માર્કેટના ધારાધોરણ મુજબ નક્કી કરેલા સમયમાં સાવલીયા દંપતિએ પેમેન્ટ નહી ચુકવતા અંકુર સહિતના વેપારીઓએ પેમેન્ટની ઉઘરાણી કરી હતી . જેથી શરુઆતમાં પેમેન્ટ આપી દેવાના ખોટા વાયદાઓ કરી સમય પસાર કર્યા બાદ રાતોરાત ઉઠમણું કરી ફરાર થઈ ગયા હતા. દંપતિએ દુકાનને તાળા મારી મોબાઈલ બંધ કરી નાસી ગયા હતા. દંપતિએ ઉઠમણું કયું હોવાનુ બહાર આવતા વેપારીઓ દોડતા થઈ ગયા હતા. બનાવ અંગે અંકુર મહેતાએ સલાબતપુરામાં સાવલીયા દંપતિ સામે ગુનો દાખલ કરાવ્યો હતો.