દશેરા તરીકે ઓળખવામાં આવે છે. દશેરાનો સાચો અર્થ માઠી દશા હરનાર એવો થાય છે. દશેરાનો ખરો અને સાચો ઉચ્ચાર દશહરા છે, પરંતુ કાળક્રમે અપભ્રંશ થઈને દશેરા શબ્દ બની ગયો છે. નવરાત્રિના નવ દિવસ મોડી રાત સુધી જાગીને રાસ ગરબા ખેલીને થાકેલા ખેલૈયાઓ દશેરાના દિવસે આરામ ફરમાવી આનંદપ્રમોદ કરે છે. લંકામાં શ્રી રામ અને રાવણનું મહા યુદ્ધ સતત નવ દિવસ સુધી ચાલ્યું હતું અને દશમા દિવસે રામે રાવણના રામ રમાડી દીધા હતા, તેથી આ પર્વને વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. દશેરાના દિવસે લોકો નવી પેઢી કે દુકાનનું ઉદ્દઘાટન કે શુભારંભ કરે છે. અમુક વ્યક્તિઓ પોતાનાં વાહનો તથા પશુધનને ફૂલહાર ચઢાવી શણગારે છે તો ક્ષત્રિયો પોતાના અસ્ત્રશસ્ત્રની પૂજા કરે છે.
ઔદ્યોગિક કામદારો કારખાના કે ફેક્ટરીમાં મશીનોની સાફ સફાઈ તથા પૂજા અર્ચના કરે છે. દશેરાના દિવસે ગલગોટાના ફૂલથી પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે.દશેરાના દિવસે શમી વૃક્ષનું પૂજન કરવામાં આવે છે.એવું કહેવાય છે કે પાંડવોએ બાર વર્ષના વનવાસ પછી તેરમા વર્ષે અજ્ઞાતવાસ વિતાવતાં પહેલાં, પોતાનાં દિવ્ય અસ્ત્રશસ્ત્ર આ શમી વૃક્ષ પર છુપાવ્યાં હતાં અને અજ્ઞાતવાસ પૂરો કર્યા પછી દશેરાના શુભ દિવસે શમી વૃક્ષની વિધિવત્ પૂજા અર્ચના કરીને, તેમનાં દિવ્ય આયુધો પરત મેળવ્યાં હતાં. મોટાં શહેરોમાં રાતે રાવણદહન જેવા કાર્યક્રમો યોજાય છે. દશેરાના દિવસે લગભગ નાનાં મોટાં દરેક નગરોમાં જલેબી ફાફડા ખાવાનો રિવાજ છે.
હાલોલ – યોગેશ આર. જોશી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કુછ બાત હે કી હસ્તી નહીં મીટતી નહીં હમારી સદીઓ રહા હે દુશ્મન દોરે એ જમાં હમારા
1968 ની બીજી ઓક્ટોબરના દિવસે ગુજરાતના પોરબંદર જેવા નાનકડા શહેરમાં જન્મેલ બાળક મોહનદાસ કરમચંદ ગાંધી આખા જગતને દોરવણી આપશે એવું તો કોઇએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય. આજે દોઢ સદી પછી પણ ગાંધી અજરામર છે. ગાંધી નામ નથી, વિચારધારા છે. ગાંધી પાઠ્યપુસ્તકોમાં છે. ગાંધી દરેક બેંકોમાં છે. ગાંધી ગાંધીબ્રિજો દરેક શહેરમાં છે. ગાંધી માત્ર આઝાદીના પક્ષમાં કદી હતા જ નહીં. ગાંધી છેવાડાના માનવીના સુખાકારી સ્મિત સાથે લેવાદેવા હતી. ગાંધી છેક છેલ્લે સુધી જોઈ શકતા દુરંદેશી ધરાવતા હતા. આજે જ્યારે વિશ્વ અણુબોંબની ટોચે બેઠું છે, આજે નહીં તો કાલે વિશ્વને ગાંધીની અહિંસાના રસ્તા પર ચાલવું પડશે. જ્યારે આ ધરતી યુગ નહીં સદીઓ તપસ્યા કરે ત્યારે એક મુઠીભર હાડકાવાલા મહામાનવ ગાંધી અવતરે છે.
ગાંધી આઝાદી સાથે દેશના તમામ વર્ગના નાગરિકો આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, મહિલા શિક્ષણ, મહિલાઓની ઉન્નતિ, દલિતો, પછાત, વંચિતોની દરકાર રાખવાના મતના હતા. ગાંધી હિંસાને ઉત્તેજન આપવાના પક્ષમાં ક્યારેય હતા જ નહીં. ગાંધી એટલા વ્યાપક અને વિશાળ છે કે ગાંધીને મુલવવા સમજવા આખો જન્મારો ટૂંકો પડે. જ્યાં સુધી છેવાડાના માનવીના ઉન્નતિ પ્રગતિના પક્ષમાં હતા. ગાંધીની એક હાકલ પર ગરીબ, તવંગર, વકીલ, ડોક્ટર, બુદ્ધિજીવીઓ, મહિલાઓ, બાળકો, વડીલો, પછાતો, વંચિતો, બધાં બધાં જ કામ વેપાર નોકરી ઘરબાર છોડી નીકળી પડતાં હતાં. તમને આજે ભારત તો ઠીક, વિશ્વમાં પણ તમને ક્યાંય દૂરદૂર સુધી નજરે પડશે નહીં.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.