Charchapatra

દુર્જન કી કિરપા બૂરી, ભલો સજજન કો ત્રાસ…!

સૂફી સંત કબીરા બજારમાં ઊભો રહીને સૌનું કલ્યાણ કરવા માંગતો હતો, ન કોઈની સાથે મિત્રતા કે ન કોઈની સાથે દુશ્મની!  ખેર, દુનિયામાં આવીને, કબીર તેમના જીવનમાં ફક્ત આ જ ઈચ્છે છે કે દરેક વ્યક્તિ સારી રહે અને જો દુનિયામાં કોઈની સાથે મિત્રતા ન હોય તો દુશ્મની પણ ન હોવી જોઈએ! કિન્તુ આપણી આજુબાજુ અનેકો પ્રકારના કથિત દુર્જનો સહિત કહેવાતા સજ્જનો પણ ઘેરાયેલા હોય છે એ છતાં પણ આપણે સારા નઠારાઓને પારખી તથા ઓળખી શકતા નથી એ માનવીય નબળાઈ અને ક્ષત્રિ  – ત્રુટિ લેખાય! ઘણી વેળાએ માનવીનું ચંચળ મન અને લઘુતાગ્રંથિથી પીડિત સંકુચિત મગજ પૂર્વધારણાને આધારે સારાને નઠારો અને નઠારાને સારો કહી બેસી ખોટું પ્રમાણપત્ર સાચું અને ખરું હોવાનું ઠેરવી આપી મુકતું હોય છે, ટૂંકમાં માણસને પારખવો અને સમજવો ઘણો અઘરો એ વાસ્તે કહેવાયું છે કે,” માણસ દુર્જન અથવા શઠ હોય અને તમારા માટે એ કાંઈક કરે એટલે કે તમારા પર કૃપા કરે તો એની પાછળ પણ કોઈક હેતુ હોય!.

આમ, શરૂમાં ભલે ઉપકારક લાગે તો પણ દુર્જન દ્વારા કરવામાં આવતી કોઈ પણ મહેરબાની અંતે તો મુશ્કેલી અથવા તો પસ્તાવા તરફ જ લઈ જાય છે! આનાથી ઊલટું કોઈ સજ્જન માણસ સહેજ કડકાઇ વરતે અથવા ત્રાસ આપે તો પણ એ અંતે લાભદાયક પુરવાર થાય છે. અત્રે કવિએ દાખલો સુરજનો આપ્યો છે. ઉનાળા દરમ્યાન ગરમીનો પારો વધતો જ જાય છે.!સુરજદાદા ત્રાહિમામ ત્રાહિમામ કરાવી દે છે. પણ એ આકરો તાપ જ દરિયાના પાણીમાંથી વરાળ બનાવીને વાદળાનું સર્જન કરે છે જેના કારણે આપણે ચોમાસામાં સારો વરસાદ મેળવી શકીએ છીએ. આ રીતે સુરજનો આકરો તાપ સરવાળે તો સૌના ભલા
માટે છે.”
સુરત     –  સુનીલ રાજેન્દ્ર બર્મન–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ગુજરાતની બ્રાન્ડ એમ્બેસેડર એસ. ટી. બોર્ડની બસ
ગુજરાતને અમેરિકા બનાવવાના કારનામા મન લગાડી મન કી બાતમાં ઇકોનોમીક રેન્કીંગમાં ત્રીજે ક્રમે લાવવાના કામમાં પડેલા ન.મો.એ આરામ ન તો હરામ કરી બતાવ્યો છે. તેમાં વિકાસનું મોડેલ સ્ટેટ ગુજરાત હોવાનું દુનિયાને બતાવવામાં હમણાં કામગીરીમાં સેમી કંડકટરની કંપની ગુજરાતમાં લાવવા અથાગ શ્રમ કરી રહ્યા હોવાનું જોઈ એસ. ટી. બસમાં લેડી કંડકટરની સેવા કરતી અમારી આદિવાસી બહેનો હવે ડ્રોન દીદી અને લખપતિ દીદી કયારે બનશે. ન.મો. નમસ્તે
ધરમપુર – ધીરુ મેરાઈ–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top