અમદાવાદ: મહાઠગ કિરણ પટેલના રિમાન્ડ પૂરા થતાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજે તેને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે કિરણ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.
નારોલમાં જમીન છેતરપિંડી કેસમાં કિરણ પટેલના રિમાન્ડ પુરા થતા આજે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો, બીજી તરફ કિરણ પટેલ દ્વારા જામીન અરજી કરવામાં આવી છે. જેની હવે પછી સુનાવણી હાથ ધરાશે.
નકલી પીએમઓ અધિકારી તરીકે કાશ્મીરમાંથી પકડાયેલા ઠગ કિરણ પટેલ વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં બંગલો બચાવી પાડવા અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ બાબતે ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજે રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.