કામરેજ: ડુંગરા (Dungra) ગામે તાપી નદીમાં (Tapi river) પૈકી એક બાળક અને યુવાન નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. બંને મૃતદેહને (Deadbody ) શોધવા સ્થાનિક તરવૈયા તેમજ ફાયર વિભાગની ટીમ કામે લાગી હતી. અંતે મોડી સાંજે બંનેની લાશ મળી આવી હતી.
મૂળ ભાવનગરના પાલીતાણાના રહેવાસી અને હાલ સુરતના હીરાબાગ પાસે આવેલી તિરુપતિ સોસાયટીમાં મકાન નં.303માં રહી રત્નકલાકાર તરીકે કામ કરતા હરેશ મનસુખ વાનાણી બુધવારે ભીમ અગિયાસ હોય અને હાલ હીરાના કારખાનામાં રજા હોવાથી બોટાદ ખાતે રહેતા મિત્રના પુત્ર સિદ્ધાર્થ મનસુખ સાબવા (ઉં.વ.21), તેમની પત્ની હેપ્પી, હરેશભાઈની પત્ની કોમલ, બે સંતાન માહી (ઉં.વ.9) અને રૂદ્ર સાથે કામરેજના ડુંગરા ગામે તાપી નદીના કિનારે સાંજે 4.30 કલાકે નાહવા માટે આવ્યા હતા.
તમામ તાપી નદીના કિનારે પાણીમાં નાહવા જતાં અચાનક માહી અને સિદ્ધાર્થ તાપી નદીના પાણીમાં ડૂબી જતાં બૂમાબૂમ કરતાં સ્થાનિક લોકો દોડી આવી ડુંગરા ગામના તરવૈયા પાણીમાં બંનેની શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં આખરે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. અંતે સ્થાનિક તરવૈયાઓને મોડી સાંજે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.
વાપી રેલવે સ્ટેશન નજીક ટ્રેનમાં RPF મહિલા પોલીસકર્મી પર હુમલો
વાપી: વાપી રેલવે સ્ટેશન નજીક ટ્રેનમાં ફરજ બજાવતાં આરપીએફ વુમન પોલીસ પર પથ્થર વડે હુમલો થયાનો બનાવ વાપી રેલવે પોલીસ મથકે નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ વંદના વસંતલાલ વિશ્વકર્મા (રહે. મુંબઈ, મૂળ છત્તીસગઢ) આરપીએફ વુમન પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેઓ બાન્દ્રા-ભાવનગર એકસ. ટ્રેનમાં ફરજ પર હતાં. ટ્રેન વાપી રેલવે સ્ટેશન પાસે પહોંચવાની હોય અને ધીમી ગતિએ ચાલતી હતી. તેઓ દરવાજા પાસે ઉભા હતા અને અંધારૂ હોય ટોર્ચ ચાલુ રાખી હતી. તે સમયે અંધારામાં ઉભેલા કોઈક ઈસમે તેના મોંના ભાગે પથ્થરનો ઘા કરી ઈજા પહોંચાડી હતી. જે બાદ તેને વલસાડ રેલવે હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતાં. જે બનાવ અંગેની ફરિયાદ તેણે વાપી રેલવે પોલીસ મથકમાં કરી હતી.