Business

ડુમસ સી ફેસ : ટ્રાફિક જામ ની સમસ્યા : માનવ સર્જિત કે પ્રશાસન ની ખામી

કોઈપણ નવું ફરવાનું સ્થળ ઉભું થાય એટલે લોકો નો તે જગ્યા પર ભારેખમ ધસારો જોવા મળે છે . પછી તે અયોધ્યા રામ મંદિર હોય કે અન્ય કોઈ સ્થળ તેમ ઉદ્ઘાટન થયા પછી તરત જ તે જગ્યા નો લહાવો લેવા સામાન્ય કરતાં 10 ગણી સંખ્યામાં ( નાં કરતાં પણ વધુ) માનવ મહેરામણ ઉમટ્યું હોવાને કારણે આ ટ્રાફિક જામ ની સમસ્યા એક રીતે માનવ સર્જિત હતી !(નવું નવ દહાડા એ ઉક્તિ ને ધ્યાનમાં લેતા એવું બને કે છ મહિના અને વર્ષ પછી આ જગ્યા પર કાગડા પણ ઉડે!) ડુમ્મસના રસ્તે જતા ઇન બીટવીન માર્ગો પર પુષ્કળ ટ્રાફિક હતો જ.

જો તે સમયે સમય સૂચકતા વાપરીને થોડીક પબ્લિક અન્ય સ્થળે ફરવા ડાઈવર્ટ થઈ ગઈ હોત, તો બધાને જ સમયની હાલાકી અને એન્જોયમેન્ટ ના નામે જે હેરાનગતિ થઈ તે ન થઈ હોત. ડુમસ દરિયા કિનારા થી પાછા ફરવાનો ટાઈમ વર્ષોથી નિશ્ચિત જ છે. – સી ફેસ ભલે આજે બન્યું હોય !ડુમસ પર ટ્રાફિક પોલીસની વ્યવસ્થા હતી જ પરંતુ એક હદ થી વધારે માનવ સમુદાયને વાહન વ્યવહારને નિયંત્રિત કરવાનું કામ કપરુ હતું . પોતાને હાલાકી ન પડે અને ગિરદી નો ભાગ અને ભોગ ન બને તે માટે લોકો નવી જગ્યાઓ પર ( recently opened) સવારના સમયે અથવા વિકેન્ડ સિવાયના દિવસોએ જવાનું વિચારી શકે. લખનાર આ ઘટના ના સાક્ષી છે.
સુરત     – વૈશાલી શાહઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top