સુરત: સુરત સહિત ગુજરાતની 190 મળી દેશની 354 બેંકોમાં છેલ્લા બે દિવસ દરમિયાન હજારો ચેક નો ભરાવો થયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ CH કંપનીની એપ્લિકેશન પર પ્રતિબંધ મુક્તા સુરત સહિત રાજ્યની 190 બેન્કનો બેંક વ્યવહાર ખોરવાયો છે.
- રિઝર્વ બેન્કે CH એપ્લિકેશન પર પ્રતિબંધ મુકતા બેન્કિંગ અટકી પડ્યું
- સુરતની બે સૌથી મોટી સહકારી બેંકમાં બે દિવસથી હજારો ચેક પાસ થયા વિના પડી રહ્યાં
- ડિજીટલ ટ્રાજેકશન પર પ્રતિબંધથી કાપડનો વેપાર અટવાયો
સુરતની બે સૌથી મોટી સહકારી બેંકમાં બે દિવસથી હજારો ચેક પાસ થયા વિના પડી રહ્યાં છે, ડિજીટલ ટ્રાજેકશન પર પ્રતિબંધથી સુરતનો કાપડનો વેપાર અટવાયો છે.
CH કંપની UPI થકી ફાસ્ટેગ સેવા પણ આપે છે. આ કંપનીની ઓસ્તા ચેનલ થકી બેન્કો NPCI (National Payments Corporation of India) સાથે જોડાયેલી છે. એને લીધે ગ્રાહકો NEFT, RTGS સહિતની ઓનલાઇન ડિજીટલ સેવાઓ થકી પેમેન્ટની હેરફેર કરી શકતી નથી.
NPCI પાસે ચેક પાસ કરાવી શકિત નથી એને લીધે હજારો ગ્રાહકો અકળાયા છે. રાજ્યની મધ્યસ્થ બેન્કો, શિડ્યુલ અને મલ્ટી શિડયુલ કો. ઓપરેટિવ બેન્કો માત્ર મેન્યુઅલ સેવાથી કેશ પેમેન્ટ કરી ગ્રાહકોને સાચવી રહી છે. બેન્કોના સર્વર બંધ થઈ જતાં ગુજરાત અર્બન કો.ઓપ.બેંક ફેડરેશન એ આરબીઆઇને રજૂઆત કરી મામલો ઉકેલવા રજૂઆત કરી છે.
નહીતર ગુજરાતીને બહાર લાઈન લાગી જશે.સહકારી બેંકોએ બે દિવસ ગ્રાહકોને સોફ્ટવેરમાં ખામી સર્જાઈ હોવાના SMS ઇમેલ મોકલી સ્થિતિ સાચવી છે.RBI એ બુધવાર સુધી વૈકલ્પિક સુવિધા આપવા ખાતરી આપી છે