સુરત: ઈન્ડિગો એરલાઈન્સે તા.1લી જુલાઈથી સુરતથી ઉદયપુર અને ઇન્દોરની તથા તા. 3જી જુલાઈથી સુરતથી કોલકાતાની ડેઇલી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જે પૈકી કોલકાતા -સુરત ફ્લાઈટ સ્થગિત રાખવાની ઓચિંતી જાહેરાત કરતાં બુકિંગ કરનારા મુસાફરોના પ્લાનિંગ અટાવાઈ ગયા છે.
ઇન્ડીગોએ 3 જુલાઈથી શરૂ થનારી કોલકાતા -સુરત ફ્લાઈટ સ્થગિત કરતાં બેંગ્કોકની કનેકિટ્વિટી મેળવનારા અટવાયા
કોલકાતાથી બેંગકોકની કનેકટિંગ ફ્લાઈટ ને બદલે સુરતથી વાયા બેંગલુરુ-બેંગકોકની ફ્લાઈટની ટિકિટ ફાળવી આપવાનો વિકલ્પ મુસાફરોને આપ્યો
સુરતનાં કેટલાક મુસાફરોએ સુરત વાયા કોલકાતા થઈ બેંગ્કોકની ટિકિટો બુક કરાવી હતી, હવે જયારે કોલકાતાની જાહેરાત કરતા સુરતનાં પ્રવાસીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. જોકે પાછળથી ઇન્ડિગોએ કોલકાતાથી બેંગકોકની કનેકટિંગ ફ્લાઈટ ને બદલે સુરતથી વાયા બેંગલુરુ-બેંગકોકની ફ્લાઈટની ટિકિટ આપવા વિકલ્પ સુચવ્યો છે. અને રિફંડ આપવા પણ તૈયારી દર્શાવી છે.
ફલાઇટ માટે સુરતીઓએ બમ્પર બુકીંગ કરતાં એરલાઇન્સની લાખોની આવક થઈ રહી હતી, સુરતનાં લોકોને કોલકાતાથી બેંગ્કોકની ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી મળી રહી હોવા છતાં એરલાઈન્સે કેમ આવું પગલું ભર્યું એને લઈ જુદીજુદી ચર્ચાઓ ચાલી રહી છે.
સુરતથી બેંગ્કોક જનારા કેટલાક પેસેન્જરો એ ટિકિટ કેન્સલ કરી મુંબઈથી બીજી એરલાઈન્સની મેળવી લીધી છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપના સંજય જૈને જણાવ્યું હતું કે સુરતથી સિંગલ પીએનઆર ટિકિટ પર બેંગ્કોક જનારા માટે આ ફ્લાઈટ અનુકૂળ હતી. એ સસ્પેન્ડ કરવામાં આવતા પ્રવાસીઓને આંચકો લાગ્યો છે. ગ્રુપે આ ફ્લાઈટ ફરી રિશીડ્યુલ કરવા એરલાઈન્સ કંપનીને રજુઆત કરી છે.