Vadodara

છાણી વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના કારણે ડેન્ગ્યુએ માથુ ઉચકતાં અનેક લોકો ઝપેટમાં

વડોદરા : થોડા સમય અગાઉ જ છાણી વિસ્તારમાં અગિયાર માસની બાળકીનું મોત બાદ પણ પાલિકા હજુ પણ ઘોર નિદ્રામાં હોય તે રીતે હજુ વિસ્તારમાં કોઈનો ભોગ લેવાની રહા જોઈ રહ્યા હોય તે રીતે પાલિકા દ્વારા ઉભરાતી ડ્રેનેજની સમસ્યા હજુ પણ વિસ્તારમાં યથાવત છે. વિસ્તારના રહીશો દ્વારા પાલિકામાં વારંવાર રજૂઆત કરી છે છતાં પણ હજુ સુધી સ્થાનિકોને પાલિકા બાય બાય ચારણી કરી રહી છે. વડોદરા શહેરના છાણી વિસ્તારમાં ડેન્ગ્યુએ માથું ઉચક્યું છે. ત્યારે થોડા સમય અગાઉ જ વિસ્તારની ૧૧ મહિનાની બાળકીનું ડેન્ગ્યુના લીધે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બીજા કેટલાક લોકો ડેન્ગ્યુ ની ઝપેટ માં આવ્યા હતા ત્યારે સ્થાનિકો દ્વારા પાલિકા તંત્ર સામે રોષ દાખવ્યો હતો.

ત્યારે પણ પાલિકા દ્વારા વિસ્તારના લોકોને બાય બાય ચારણી કરી હતી તે આજ દિન સુધી વિસ્તારના લોકોને બાય બાય ચારણી કરવી પડી રહી છે. ત્યા વિસ્તારના કોઇપણ સ્થાનિક નગરસેવકો પણ આ સમસ્યા હલ કરવા માટે સુધ્ધા ફરકતા પણ નથી કે આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવતું નથી. જેથી વિસ્તારના લોકો પાલિકા તંત્ર સામે રોષ દાખવ્યો હતો. આમ તો વડોદરા મહાનગર પાલિકા નગરજનોને પ્રાથમિક સુવિધા આપવા માટે તદ્દન નિષ્ફળ નિવડયું છે. જ્યારે શહેરમાં તમેં ગમે ત્યાં જોવો ત્યાં શહેરમાં ગંદકી જ જોવા મળે છે. સ્થાનિકો દ્વારા પણ કેટલીક વાર રજુઆતો કરવામાં આવે છે. છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

અને શહેરમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યા છે તેવી પણ કેટલિક વાર રજૂઆત કરવામાં આવે છે. ત્યારે શહેરનાં છેવાડે આવેલા શ્રીનાથજી પાર્કમાં ૧૧ મહિનાની માસુમ બાળા ડેન્ગ્યુ ને પરિણામે તેનું મોત નિપજ્યું હતું. બાળકીનું મોત નિપજતા પરિવાર શોકમાં લાગણી ફેલાઇ ગઇ હતી. જ્યારે શ્રીનાથજી પાર્કના આસપાસના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છે. ત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ ગંદકીની અનેક વાર રજૂઆત કરી છે છતાં પણ કોઈ પણ અધિકારી કે વિસ્તારના સ્થાનિક નગરસેવકો પણ અહીંયા ડોકાયું કરવા આવ્યા નથી.

વધુમાં તો અમારા ફ્લેટમાં જ નીચે પાર્કિગમાં છેલ્લા કેટલાક સમયથી ઉભરાતી ગટરો છે આની પણ અમે પાલિકાની કચેરીમાં કેટલીક વાર રજૂઆત કરી છે તે છતાં પણ અહીંયા કોઈ પણ પાલિકાના અધિકારીઓ આવતા નથી કે ઉભરાતી ગટરનું નિરાકરણ લાવતા નથી. જેથી વિસ્તારના લોકોને જે ભીતિ હતી કે રોગચાળો ફાટી નીકળશે તેમાં તો એક ૧૧ માસની બાળકીનું મોત નિપજ્યું હતું. અને અન્ય બીજા કેટલાક લોકો ડેન્ગ્યુના ઝાપટામાં આવ્યા છે. તે છતાં પણ આજ દિન સુધી કોઈ અધિકારી કે પાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ પણ અહીંની મુલાકાત કરવા આવ્યા નથી. સ્થાનિક નગરસેવકો તો ચૂંટાયા બાદ ડોકાયું કરવા પણ આવ્યા નથી. તેમ કહી વિસ્તારના લોકોએ તંત્ર સામે રોષ દાખવ્યો હતો.

Most Popular

To Top