સુરતઃ દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. તેના લીધે જયાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. છેલ્લાં ચોવીસ કલાકમાં પડી રહેલા વરસાદના કારણે જિલ્લામાં છુટા છવાયા વિસ્તારમાં મકાનની દિવાલો પડી હોવાની વિગત પ્રાપ્ત થઈ છે.
ગઈકાલે રાત્રે 12 થી સવારે 6 સુધી પડેલો વરસાદ ઇંચમાં
- ઓલપાડ 0.6
- માંગરોળ 5
- ઉમરપાડા 7.5
- માંડવી 2.6
- કામરેજ 2.6
- સુરત 2.4
- ચોર્યાસી 1
- પલસાણા 5
- બારડોલી 4.3
- મહુવા 2.6
મહુવા તાલુકાના ગુણસવેલ ગામના પાદરફળીયામાં ખાલપભાઈ રાઠોડના ઘરની દિવાલ પડી હતી જયારે શેખપુર ગામે દેવીબેન કોકણીના કાચી પજારી તથા નળીયાવાળુ ઘર પડી ગયું હતું. કામરેજના નેત્રંગ ગામની પટેલ ફળીયામાં નયનાબેન સુરાના ઘરના વાડાની દિવાલ પડી ગઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
માંડવીના જુના કાકરાપાર ખાતે ઘરના આંગણામાં અકસ્માતે 59 વર્ષીય ચુનીલાલ ચૌધરી પડી જવાના કારણે તત્કાલ 108 એમ્બ્યુલન્સ મારફતે માંડવી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાદડી ગામે જેઠીબેન ચૌધરી ઘરની છત તુટી પડી હતી. ઉમરપાડા તાલુકામાં ઉમરઝર ગામે નારસીંગભાઈ વસાવાના ઘરની કોઢારને નુકશાન થયું હોવાનું તથા માંગરોળના ડુંગરી ગામે તારાબેન ગામીતનું મકાન પડી ગયાની વિગતો જે તે તાલુકાના ડિઝાસ્ટર કચેરી પાસેથી પ્રાપ્ત થઈ છે.
ડાંગમાં 6 ઈંચ વરસાદના લીધે 5 રસ્તા બંધ, આધેડ તણાયો
દક્ષિણ ગુજરાતના ડાંગમા રાત્રિ દરમિયાન 6 ઈંચ વરસાદ પડ્યો છે. જેના કારણે ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના વઘઇ તાલુકાના 5 જેટલા ગ્રામ્ય માર્ગો, વરસાદી પાણીને લઈ અવરોધાયા છે. જેમાં ખાતળ ફાટકથી ઘોડી રોડ, વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, સુસરદા વી.એ.રોડ, ઘોડવહળ વી.એ.રોડ, આહેરડી-બોરપાડા રોડ ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ટોપિંગ થવાથી અવરોધાયા છે. અહીં ઉગા ગામના આધેડનો પગ ચેકડેમ પરથી લપસી જતા નદીમાં તણાયો હતો. તેઓ પુત્ર સાથે ચેક ડેમ પરથી પૂર્ણા નદી ઓળંગી રહ્યા હતા