શહેરા: શહેરા સહિત જિલ્લામાં રવિવારના રોજ વરસાદી માહોલ જામતા ડાંગરના પાકને ખરા સમયે પાણી મળ્યુ હતુ. જ્યારે પવન સાથે આવેલ વરસાદના કારણે ગુણેલી,નવા ખાંધવા,મોરવા રેણા સહિત અન્ય ગામના અમુક ખેડૂતોના ખેતર માં રહેલ ડાંગરનો પાક ઢળી પણ ખેડૂતો ચિંતીત થઇ ઉઠ્યા હતા. રાજ્ય સરકાર પાસે અહીંના ખેડૂતો સહાયની માંગ કરી રહયા છે. જ્યારે પવન સાથે આવેલ વરસાદના કારણે ગુણેલી,નવા ખાંધવા,મોરવા રેણા સહિત તાલુકા ના અન્ય ગામોના અમુક ખેડૂતોના ખેતર માં રહેલ ડાંગરનો પાક ઢળી પડયો હતો.
પવન સાથે આવેલા વરસાદના કારણે ખેતર માં રહેલ ડાંગરનો ઉભો પાક જમીનદોસ્ત થતા પાકને નુકશાન જવાની ભીતિ ને લઈને ખેડૂતો ભારે ચિંતિત થઈ ઉઠ્યા હતા. જ્યારે વરસાદની જરૂર હતી તે સમયે મેઘરાજા રિસામણા થતાં શાકભાજી ,મકાઈ ના પાકને નુકશાન થયા બાદ હવે પવન સાથે આવેલા વરસાદના કારણે ડાંગરનો અમુક પાક ઢળી પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ખેડૂતો સામંતસિંહ બારીઆ, ક્રાંતિ ભાઈ દાના બારીઆ ,રમેશ બારીઆ, કાળુ બારીઆ , અભાભાઈ ભયજી , સોમાભાઈ બારીયા સહિત અન્ય ખેડૂતો રાજ્ય સરકાર પાસે પાક નુકશાની ને લઈને સહાય ની માંગ કરી રહયા હોય ત્યારે રાજ્યના મુખ્ય મંત્રી ખેડૂતોના હિત માટે હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઈને સર્વે માટે ખેતીવાડી વિભાગને આદેશ કરે તે પણ
જરૂરી છે.