Gujarat

ભારે વરસાદના પગલે ગુજરાતના 46 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર

ગાંધીનગર: રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૪૬ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૧,૮૦,૫૮૯ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૪.૦૬ ટકા જળસંગ્રહ ટકા નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૨,૪૦,૬૬૧ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૪૨.૯૬ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

  • સરદાર સરોવર ડેમમાં ૫૪% જળ સંગ્રહ
  • સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૫૦.૦૬ ટકા જળ સંગ્રહ

જળ સંપત્તિ વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આજે સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે દમણગંગામાં ૫૧,૭૦૮ ક્યુસેક, ઉકાઈમાં ૩૩,૧૬૮ ક્યુસેક અને હિરણ-૨માં ૧૫,૭૮૯ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ ઉપરાંત રાણા ખીરસરામાં ૧૩,૫૩૦ ક્યુસેક, ભાદર-૨માં ૧૩,૧૭૨ ક્યુસેક, વેણુ-૨માં ૧૨,૯૪૩ ક્યુસેક અને સરદાર સરોવરમાં ૧૧,૧૪૪ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. રાજ્યના ૨૬ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૨૬ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે, જ્યારે ૩૯ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૫૦.૦૬ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૪૯.૨૩ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૪૬.૧૬ ટકા,મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૩૫.૧૭, તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૬.૫૯ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ જળ સંપત્તિ વિભાગનાં સૂત્રોએ કહ્યું હતું.

Most Popular

To Top