રાજકોટ: રાજકોટ ટેસ્ટમાં ( RajkotTest) ભલે ભારતીય ક્રિકેટ (IndianCricket) ટીમનો પ્રથમ દાવ પૂરો થયા પહેલાં અને ઈંગ્લેન્ડના (England) ખેલાડીઓ બેટિંગ પર ઉતરે તે પહાંલ જ ઈંગ્લેન્ડના સ્કોર બોર્ડ પર 5 રન થઈ ગયા છે. એટલે કે ઈંગ્લેન્ડ બેટિંગ પર ઉતરે ત્યારે શૂન્યથી નહીં પરંતુ 5 રનથી બેટિંગ શરૂ થશે.
તમે તેના પર વિશ્વાસ નહીં કરો, પરંતુ તે સંપૂર્ણ રીતે સાચું છે. આવું એટલા માટે થયું કારણ કે પહેલા દિવસે રવિન્દ્ર જાડેજા (RavindraJadeja) અને બીજા દિવસે રવિચંદ્રન અશ્વિને (RavichnadranAshwin) ભૂલ કરી હતી અને તે પછી અમ્પાયરે વિપક્ષી ટીમને 5 રનની ભેટ આપી હતી. આ રીતે ઈંગ્લેન્ડ જ્યારે પ્રથમ દાવમાં બેટિંગ કરવા આવશે ત્યારે તેનો સ્કોર કોઈ વિકેટ વિના 5 રનથી શરૂ થશે.
રવિન્દ્ર જાડેજાને પહેલા દિવસે પીચની વચ્ચે દોડવા બદલ ચેતવણી આપવામાં આવી હતી. મેચના બીજા દિવસે રવિચંદ્રન અશ્વિન 102મી ઓવરના ત્રીજા બોલ બાદ પીચની વચ્ચે દોડતો કેચ પકડ્યો હતો. અમ્પાયર જોએલ વિલ્સને (UmpireJoelWilson) તેને ચેતવણી આપી અને તે કંઈક બોલતો જોવા મળ્યો. આ પછી તેણે રેહાન અહેમદના (RehanAhmed) આગામી બોલની તૈયારી શરૂ કરી દીધી. આ દરમિયાન અમ્પાયરે 5 રનની પેનલ્ટીનો સંકેત આપ્યો હતો.
ICCના નિયમો અનુસાર જો ખેલાડીઓ આવું વર્તન કરે તો અમ્પાયરને પહેલા ચેતવણી આપવાનો અધિકાર છે. પરંતુ જ્યારે બીજી વખત આવું થશે ત્યારે તે સંબંધિત ટીમ પર 5 રનનો દંડ લાદી શકે છે. આવું જ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં (NiranjanShahStadium) થયું.
તમને જણાવી દઈએ કે પહેલા દિવસે ભારતીય ટીમે 5 વિકેટે 326 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા (RohitSharma) અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી જ્યારે ડેબ્યૂ સ્ટાર સરફરાઝ ખાને (SarfarazKhan) અડધી સદી ફટકારી હતી.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટમાં પણ આવી જ ઘટના જોવા મળી હતી. મેચમાં માર્નસ લાબુશેનને પહેલી ચેતવણી મળી હતી, જ્યારે આ પછી ડેવિડ વોર્નરે પણ આ જ ભૂલનું પુનરાવર્તન કર્યું હતું. આ પછી ફિલ્ડ અમ્પાયરે કાર્યવાહી કરી અને 5 રનની પેનલ્ટી લગાવી. આ મેચ 2020માં રમાઈ હતી.