World

દુબઈમાં નવનિર્મિત હિન્દુ મંદિરની એક ઝલક મેળવવા યુએઈવાસીઓ લાંબી કતારમાં

દુબઈ: (Dubai) આ મહિનાની શરૂઆતમાં તેના સોફ્ટ ઉદઘાટન બાદ દુબઈમાં નવા હિંદુ મંદિરની (Hindu Temple) પ્રથમ ઝલક (First Look) મેળવવા માટે યુએઈના (UAE) હજારો રહેવાસીઓ લાઇનમાં છે.ગલ્ફ ન્યૂઝે રવિવારે જણાવ્યું હતું કે, આ મંદિર 5 ઓક્ટોબર-દશેરાના દિવસથી સત્તાવાર રીતે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ મંદિર તમામ ધર્મના લોકોનું સ્વાગત કરે છે અને 16 દેવી-દેવતાઓ અને અન્ય આંતરિક કાર્યો જોવા માટે ઉપાસકો અને અન્ય મુલાકાતીઓને પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે.

સપ્તાહના અંતે મોટી સંખ્યામાં ભક્તો-શ્રદ્ધાળુઓ આવે છે

અહેવાલમાં જણાવાયું છે કે, મંદિરનું સોફ્ટ ઉદઘાટન 1 સપ્ટેમ્બરના રોજ મંદિર મેનેજમેન્ટે તેની વેબસાઇટ દ્વારા ક્યૂઆર-કોડ આધારિત એપોઇન્ટમેન્ટ બુકિંગ સિસ્ટમને સક્રિય કરવા સાથે કરવામાં આવ્યું હતું.પ્રથમ દિવસથી મંદિરમાં ખાસ કરીને સપ્તાહના અંતે મોટી સંખ્યામાં ભક્તો-શ્રદ્ધાળુઓ આવે છે. ભીડ વ્યવસ્થાપન અને સામાજિક અંતરની ખાતરી કરવા માટે ક્યૂઆર-કોડેડ એપોઇન્ટમેન્ટ દ્વારા પ્રતિબંધિત પ્રવેશને નિયંત્રિત કરવામાં આવ્યો છે.મંદિરની અનેક વિશેષતાઓમાં મુખ્ય આકર્ષણ મોટા ભાગના દેવતાઓ મુખ્ય પ્રાર્થના સભાખંડમાં સ્થાપિત છે, જેમાં મધ્ય ગુંબજ પર ફરતા વિશાળ 3D-પ્રિન્ટેડ ગુલાબી કમળ છે.

Most Popular

To Top