Gujarat

કચ્છ જખૌના દરિયા કિનારેથી ફરી 250 કરોડનું ડ્રગ્સ પકડાયું

કચ્છ: ગુજરાતમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. ફરી એકવાર કચ્છનાં જખૌનાં દરિયા કિનારેથી કરોડો રૂપિયાની ડ્રગ્સ મળી આવતા ફફડાટ ફેલાયો છે ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે સૈયુક ઓપરેશ હાથ ધર્યું હતું. જેમાં તેઓને સફળતા મળી છે. 2 કોથળામાંથી મળ્યું 250 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે.

ગુજરાત ATSએ 7 ખલાસીઓની કરી અટકાયત
ગુજરાત ATSને બાતમી મળી હતી કે, પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા પાકિસ્તાનના પીશ્કાન, ગ્વાદર બંદરથી અલ નોમાન નામની બોટમાં માદક પદાર્થનો જથ્થો ભરીને ગુજરાતના દરિયામાં મોકલવાના છે. જેથી ATS અને કોસ્ટગાર્ડની ટીમે વોચ ગોઠવીને પાકિસ્તાનની બોટને આતરી લીધી હતી. જો કે બોટમમાંથી કોઈ પણ પ્રકારનો માદક પદાર્થ મળ્યો ન હતો. જેથી ગુજરાત ATSએ 7 ખલાસીઓની સામે ભારતીય સીમામાં ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેઓની અટકાયત કરી હતી. તેમજ તેઓની પૂછપરછ હાથ ધરી હતી.

પૂછપરછમાં થયો મોટો ખુલાસો
ગુજરાત ATSએ આ તમા ખલાસીઓની પુછપરછ હાથ ધરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ પાકિસ્તાની બોટના ખલાસીઓએ તેમની તરફ એક મોટી બોટ આવતી જણાતા તેમણે પોતાની બોટમાં રહેલો માદક પદાર્થનો જથ્થો દરિયામાં ફેંકી દીધો હતો. જેથી આ માટે ભારતીય કોસ્ટગાર્ડ તથા એસઓજી અને મરીન પોલીસ સ્ટેશનોનેઆ અંગેની તપાસ સોંપવામાં આવી હતી.

પાકિસ્તાની બોટ અલ નોમાન મારફતે જથ્થો આવ્યો હતો
જખૌ મરીન પોલીસે દરિયાની સઘન તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન BSF તથા જખૌ મરીન પોલીસની એક ટુકડીને બે સંદિગ્ધ થેલાઓ જખૌના દરિયાકિનારે શિયાળ ક્રિક ખાતેથી મળી આવ્યા હતાં. જે આ જથ્થો ડૂબાડી દેવાની જગ્યાએથી આશરે 40થી 45 નોટીકલ માઈલ દૂર છે. સમગ્ર બાબતે ગુજરાત ATSનો સંપર્ક કરતાં તેની ખરાઈ પકડાયેલ પાકિસ્તાની ખલાસીઓ પાસે કરાવતાં તેમણે આજ મળી આવેલ જથ્થો તેઓ દ્વારા ફેંકી દેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ગુજરાત ATSની એક ટીમ જખૌ ખાતે પહોંચી ગઈ હતી અને મળી આવેલા જથ્થાને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી છે. આ પકડાયેલા જથ્થામાં કુલ 49 જેટલા પેકેટમાં આશરે 250 કરોડના 50 કિલો હેરોઈનનો જથ્થો મળ્યો હતો. આ જથ્થો પાકિસ્તાની ડ્રગ માફિયા રાહીદ અને શહાબ દ્વારા અગાઉ પકડાયેલ પાકિસ્તાની બોટ અલ નોમાન મારફતે ભારતમાં ઘૂસાડવા માટે મોકલ્યો હતો.

Most Popular

To Top