National

મુંબઈના નાલાસોપારાની દવાની કંપનીમાંથી 1400 કરોડનું ડ્રગ્સ પકડાયું

મુંબઈ: મુંબઈ પોલીસે(Mumbai Police) પાલઘર(Palghar) જિલ્લાના નાલાસોપારા(Nalasopara) ખાતે એક ફાર્માસ્યુટિકલ કંપની( Pharmaceutical Company) પર દરોડા(Raid) પાડ્યા હતા. દરોડા દરમિયાન 1400 કરોડની કિંમતના 700 કિલોથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ(Drugs) જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન 5 લોકોની ધરપકડ પણ કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી નાર્કોટિક્સ સેલ (ANC) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ANCએ કહ્યું કે આ કાર્યવાહી ગુપ્તચર માહિતીના આધારે કરવામાં આવી છે. કંપનીમાં મેફેડ્રોન નામની પ્રતિબંધિત દવા બનાવવામાં આવી રહી હોવાની તેમને બાતમી મળી હતી. જેના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા,

5 લોકોની કરાઈ ધરપકડ
ANCના એક અધિકારીએ જણાવ્યું કે મુંબઈમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પાલઘરના નાલાસોપારામાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચનો દાવો છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ડ્રગ્સ વિરુદ્ધ કરવામાં આવેલી આ સૌથી મોટી કાર્યવાહી છે. મેફેડ્રોનને ‘મ્યાઉ મ્યાઉ’ અથવા એમડી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક કૃત્રિમ દવા છે. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ તે પ્રતિબંધિત પદાર્થ છે. તમને જણાવી દઈએ કે ડીઆરઆઈની ટીમ દ્વારા 20 સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાતના મુંદ્રા પોર્ટ પર આવી જ કાર્યવાહી કરવામાં આવી હતી. અહીંથી 9000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. એજન્સીના અધિકારીઓએ ત્યાંથી 2,988.22 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું

15 દિવસ અગાઉ પણ પકડાયું હતું કરોડો રૂપિયાનું ડ્રગ્સ
આ પહેલા 15 જુલાઈના રોજ નવી મુંબઈની ક્રાઈમ બ્રાંચની ટીમે પણ મોટા રેકેટનું નેટવર્ક પકડ્યું હતું. જેમાં ક્રાઈમ બ્રાન્ચને કરોડો રૂપિયાનું હેરોઈન મળ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ હેરોઈનની કિંમત 362.5 કરોડ આંકવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ખુલાસો કર્યો હતો કે જપ્ત કરાયેલ હેરોઈન કન્સાઈનમેન્ટ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટની સપ્લાય ચેઈનનો એક ભાગ છે. હકીકતમાં ક્રાઈમ બ્રાન્ચને માર્બલના નામે ડ્રગ્સ લાવવામાં આવતી હોવાની બાતમી મળી હતી. આ દવાઓ માર્બલના કન્ટેનરમાં લાવવામાં આવી રહી હતી. માહિતી મળતાની સાથે જ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ પેડલરને ઝડપી લીધો હતો. ભારતના 19 મેટ્રોપોલિટન શહેરોમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ 2020 માં નોંધાયેલા કેસોની યાદીમાં મુંબઈ ટોચ પર છે.

Most Popular

To Top