National

ઉડતા પંજાબ: દિલ્હી પોલીસે મોટુ ડ્રગ્સ સિન્ડિકેટ ઝડપી પાડ્યું, 2500 કરોડની હેરોઇન સાથે ઝડપાયા ડ્રગ માફિયા

નવી દિલ્હી: દિલ્હી પોલીસે (Delhi police) આ અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ સિન્ડિકેટ (biggest drugs syndicate) જાહેર કરી છે. જેમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે (Special cell) 2500 કરોડ રૂપિયાથી વધુની કિંમતની 350 કિલો હેરોઇન (Heroin) રાખવા બદલ ચાર વ્યક્તિની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મોટુ ડ્રગ્સ રેકેટ ચાલતું હોવાની ખાનગી રાહે બાતમી મળી હતી દરમિયાન શનિવારે હરિયાણાથી ત્રણ અને દિલ્હીથી એક આરોપીની ધરપકડ કરી છે. તેમજ આ ડ્રગ માફિયા (drug mafia) પાસેથી 350 કિલો હેરોઇન પણ કબજે કરવામાં આવી છે. જેમાં જપ્ત કરેલ મુદ્દામાલ પૈકી હેરોઇનની કિંમત આશરે 2500 કરોડ રૂપિયા હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. જો કે આ ડ્રગ રેકેટ પાછળ હજી કેટલા લોકોની સંડોવણી છે સહિતની પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના પોલીસ કમિશનર નીરજ ઠાકુરના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા મહિનાઓથી ઓપરેશન ચાલુ હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે આ ડ્રગ્સ અફઘાનિસ્તાનથી ભારત લાવવામાં આવીરહ્યું હતું. પકડાયેલા આરોપીઓમાં એક કાશ્મીરના અનંતનાગનો અને એક અફઘાનિસ્તાનનો છે. તેણે જણાવ્યું છે કે ડ્રગ્સ કન્ટેનરમાં છુપાવવામાં આવ્યુ હતું અને મુંબઇ (Mumbai) લાવવામાં આવી રહ્યું હતું. જો કે ડ્રગમા કેમિકલ પ્રોસેસ પણ કરવામાં આવતી હતી, અને મધ્યપ્રદેશના શિવપુરીમાં ઉચ્ચ સ્તરીય બનાવ્યા બાદ તેને પંજાબ (Punjab)માં લઈ જવાનું હતું. વધુ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેને છુપાવવા માટે ફરિદાબાદમાં એક મકાન ભાડે પણ અપાયું હતું. પોલીસ આ મામલાને નાર્કો આતંકવાદ સાથે જોડીને શોધી રહી છે. 

ઉલ્લેખનીય છે કે આ સિન્ડિકેટના તાર પાકિસ્તાન સાથે પણ જોડાયેલા હોવાની આશંકા છે. કારણ કે અવાર-નવાર મળી આવતા આ ડ્રગ પાછળ આતંકવાદી ગતિવિધિ સતત જવાબદાર ગણવામાં આવે છે, કારણ કે આ ડ્રગના બદલામાં આ આતંકી સંગઠનો જીવલેણ હથિયારોની ખરીદીમાં ઉપયોગમાં લેતા હોય છે. ત્યારે હાલમાં સરહદ પર ચાલતા તનાવ વચ્ચે આ ડ્રગ્સ સિન્ડિકેટ મળી આવતા સ્પેશિયલ સેલ માટે વધુ માહિતી એકત્રિત કરવાનો પડકાર પણ છે.

દિલ્હીના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ પણ ગયા મહિને આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો, જેમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને 22 લાખ સાયકોટ્રોપિક ગોળીઓ સહિત 245 કિલો ડ્રગ્સ જપ્ત કરાયુ હતું. અને અગાઉ મે મહિનામાં, બે અફઘાન નાગરિકોને 125 કિલો હેરોઇન સાથે ધરપકડ કરવામાં આવી હતી. જેમાં બંને આરોપી પતિ અને પત્ની હોવાનું જાણવા મળ્યું હતું.

Most Popular

To Top