કાબુલ(Kabul): ગયા વર્ષે તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan) પર કબ્જો કર્યો હતો ત્યારે તેણે લીધેલી પ્રતિજ્ઞાઓ પૈકી એક હતી દેશની માદક દ્રવ્યની સમસ્યા દૂર કરાશે, એ વાતથી કોઈ અંતર નથી પડતું કે તેમણએ વર્ષો સુધી તે જ અફીણથી (Opium) નફો (Profit) કમાવ્યો હતો જેના લોકો હવે બંધાણી બન્યા છે.
કબ્જો કર્યાના 6 મહીના થયા છે અને તાલિબાન પોતાનું વચન પાળી રહ્યો છે, તેઓ હજારો બેઘર ડ્રગ્સના બંધાણીઓને હોસ્પિટલની યાદ અપાવતા શિબિરોમાં 3 મહિના માટે કેદ કરી રહ્યા છે જે સમય દરમિયાન તેમનું ડિટોક્સ કરાય છે.
કાબુલમાં આ પ્રકારના હોસ્પિટલની અંદર જોવા પર જાણવા મળે છે કે અંદર રહેતા માદક દ્રવ્યોના બંધાણીઓ ભયાનક પરિસ્થિતિમાં રહે છે, 3 જણા વચ્ચે 1 બેડ છે તેની સાથે બહુ ઓછું ભોજન મળે છે અથવા સાવ જ નથી મળતું જેના પગલે હોસ્પિટલમાં રહેતા લોકો ઘાસ, બિલાડી જેવી વસ્તુઓ ખાવા મજબૂર બન્યા છે. સારવાર લઈ રહેલા એક સભ્યએ જણાવ્યું હતું કે ભૂખથી તડપી રહેલાં લોકોએ એક શખ્સની હત્યા કરી હતી અને તેનું માંસ અને આંતરડા આગ પર શેકી ખાઈ ગયા હતાં.