Charchapatra

સુરતમાં વધી રહેલો ડ્રગ્સનો વેપાર

સુરતનાં અનેક વિસ્તારોમાં ગૃપ્ત ડ્રગ્સનો વેપાર ચાલી રહો છે જે સુરતના નવયુવકો અને શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. હાલમાં જ સુરતની ક્રાઈમ બ્રાચની ટીમે સુગર બુગર અને સમય સુચકતા દાખવીને રાંદેરમાંથી લાખો રૂપિયાનું 8.140 ગ્રામ એચ. ડી. ડ્રગ્સ સાથે ગુન્હેગારોને પકડી પાડયા હતા. આ અગાઉ સુરતમાં કદી પણ ડ્રગ્સનો પ્રવેશ તયો નથી પરંતુ છેલ્લા કેટલાક લાંબા સમયથી ડ્રગ્સનો વેપાર નિરંતર વધી રહ્યો છે.આ અંગે સુરતની જનતાએ જાગૃતઅને હોશિયાર રહેવાની જરૂર છે.  કાયમી ધોરણે સુરત શહેર ડ્રગ્સ યુકત થાય તે માટે આકરા કાયદા નિયમો અમલમાં લાવી તેનું સખ્ત પણે પાલન થાય તેની તકેદારી રાખવી જરૂરી બની છે. આ અંગે ગુજરાતના ગૃહમંત્રી સુરતની જનહિતમાં ગંભીરતાથી વિચારી જરૂરી પંગલા તાત્કાલીક લેશે. એવી અપેક્ષા રાખીએ અને આ અભિયાનની સંપૂર્ણ સફળતા માટે પ્રજા એ પણ સાથ સહકાર આપવો જ જોઈએ.
સુરત     – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મોબાઇલમાં ડૂબી જતાં બાળકો
વિદ્યા-અભ્યાસમાં બાળકો ભાન ભૂલી મોબાઇલ જોવામાં મગ્ન થઈ જાય છે, તે વિઘ્ન દૂર કરવા સરકાર તરફથી હવે શાળામાં મોબાઇલ પ્રતિબંધનો નિયમ લદાઇ રહ્યો છે. અભ્યાસ માટે જરૂરી આવી ઝૂંબેશમાં શિક્ષકો ઉપરાંત વાલીઓનો પણ નિષ્ઠાપૂર્વકનો સહકાર જરૂરી છે, ધર્મપુરૂષો પણ આવી સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગી બાબતમાં સક્રિય થઈ શકે. પ્રગતિશીલ દાઉદી વોહરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂએ કેટલાક સમય પૂર્વે તેમના અનુયાયીઓને આ ગંભીર બાબત તરફ ચેતવી બાળકોને મોબાઇલ તરફ શકય હદે દૂર રાખવા અનુરોધ કર્યો હતો. આજના વાલીઓ એવી માનસિકતા ધરાવતા થઇ રહ્યા છે કે શાળાઓમાં આર્દશ શિક્ષણ અપાતુ નથી, નિરાશાજનક પધ્ધતિ, સ્થિતિ પ્રવર્તે છે અને ટયુશન કલાસમાં જરૂરી, સારું શિક્ષણ અપાય છે, વાલીઓ શાળાના શિક્ષકો અને શાળા તરફ સન્માનજનક વ્યવહાર ટયુશન શિક્ષકોને અપાતા સન્માન, મહત્ત્વ જેવો કરે તો ન્યાયી પરિણામ લાવી શકાય. મોબાઇલ ફોનના ફાયદાઓની સાથે ગેરફાયદા પણ છે જ. બાળકોના વિદ્યા અભ્યાસમાં હાનિ ઉપરાંત કુમળી વયની તેમની આંખો પણ નબળી પડે છે. શાળામાં ભણતાં બાળકોને મોબાઇલથી દૂર રાખવા માટે સહિયારા, હાર્દિક પ્રયત્નો આવશ્યક છે તોજ બાળકલ્યાણ સધાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top