World

શ્રીલંકામાં દવાઓની અછત: લોકોને બીમાર ન થવા અપીલ

કોલંબોઃ શ્રીલંકા(Sri Lanka)માં છેલ્લા કેટલાક મહિનાઓથી હોબાળો ચાલી રહ્યો છે અને હવે તો દેશના પૂર્વ રાષ્ટ્રપતિ (Former President) ગોટાબાયા રાજપક્ષે(Gotabaya Rajapaksa) પણ વિદેશ ભાગી ગયા છે. હાલમાં શ્રીલંકા આર્થિક(Economic) અને રાજકીય(Political) સંકટ(Crisis)થી ઝઝૂમી રહ્યો છે. સરકાર સામે રોષે ભરાયેલા લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દેશમાં ડીઝલ(Desal)-પેટ્રોલ(Petrol)થી લઈને ખાવા-પીવા(Food), દવાઓ(Drugs)થી લઈને વીજળી(Electricity)ની અછત(Shortage) છે. મોંઘવારી પણ આસમાને પહોંચી ગઈ છે. જેના પગલે લોકોની હાલત કફોડી બની ગઈ છે.

  • શ્રીલંકામાં દવાઓની ભારે અછત, લોકોને જરૂરી દવાઓ પણ મળી રહી નથી
  • ‘દેશમાં દવાઓની અછત છે, તેથી બીમાર ન થાઓ’, ડોકટરોની અપીલ
  • વિદેશમાં સ્થાયી થયેલા શ્રીલંકાઓ પાસેથી મદદ માંગવામાં આવી
  • કેન્સર હોસ્પિટલોમાં પણ લોકોની સારવાર માટે દવાઓનો સ્ટોક નથી

શ્રીલંકામાં ડોકટરો લોકોને સલાહ આપી રહ્યા છે કે દેશમાં આર્થિક સંકટને કારણે દવાઓ અને અન્ય આવશ્યક ચીજોનો પુરવઠો ઘટી રહ્યો છે, તેથી તેઓએ બીમાર થવાનું ટાળવું જોઈએ જેથી કરીને તેમને કોઈ સમસ્યા ન થાય. દેશના કેટલાક ડોકટરો દવાઓની અછતને પહોંચી વળવા માટે ડોનેશન માંગી રહ્યા છે, અને ફંડની વ્યવસ્થા કરવા માટે સોશિયલ મીડિયા પર પણ વળ્યા છે. કેટલાક ડોકટરો એવા પણ છે જેઓ વિદેશમાં રહેતા શ્રીલંકાઓ પાસેથી મદદની વિનંતી કરી રહ્યા છે. દેશમાં ચાલી રહેલી આર્થિક કટોકટી અને રાજકીય અસ્થિરતાનો અંત આવવાના કોઈ સંકેત દેખાતા નથી. 15 વર્ષની હસિની વાસણાને તેની ટ્રાન્સપ્લાન્ટ કરેલી કિડની બચાવવા માટે જરૂરી દવા શોધવામાં મુશ્કેલી પડી રહી છે.

કેન્સર હોસ્પિટલમાં પણ દવાઓની ભારે અછત
હતી.હસીનીનું 9 મહિના પહેલા કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. તેણીને જીવનભર ઇમ્યુનોસપ્રેસિવ દવાઓની જરૂર છે જેથી તેનું શરીર પ્રત્યારોપણ કરેલ અંગ સાથે સંતુલિત થઈ શકે. હસીનાની મોટી બહેન ઈશાર થિલિનીએ કહ્યું, ‘અમને હોસ્પિટલના લોકોએ કહ્યું છે કે તેઓ નથી જાણતા કે તેમને ફરીથી દવા ક્યારે મળશે.’ કેન્સર હોસ્પિટલોમાં લોકોની સારવાર માટે દવાઓનો સ્ટોક પણ નથી.

માત્ર ડાયાલિસિસનાં દર્દીઓ માટે જ દવા મળી
શ્રીલંકા મેડિકલ એસોસિએશનના પ્રમુખ સમથ ધર્મરત્નેએ કહ્યું, “અમારી હોસ્પિટલ દાનને કારણે ચાલી રહી છે ,” બીમાર ન થાઓ, ઈજાગ્રસ્ત ન થાઓ, એવું કંઈ પણ ન કરો જેનાથી તમને બિનજરૂરી સારવાર માટે હોસ્પિટલમાં જવું પડે. ” હાલ સ્થિતિ ઘણી ગંભીર છે. શ્રીલંકાની રાજધાની કોલંબોમાં કિડની હોસ્પિટલના વડા ડૉ. ચાર્લ્સ નુગાવેલાએ જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલ દાન પર ચાલે છે, પરંતુ તેમણે એવા દર્દીઓને જ દવા આપવાની વ્યવસ્થા કરી છે જેમની બીમારી એવા તબક્કામાં પહોંચી ગઈ છે જ્યાં તેમને ડાયાલિસિસ કરાવવાની જરૂર છે.

Most Popular

To Top