નવી દિલ્હી: ઇથોપિયાના (Ethiopia) ઉત્તરમાં સ્થિત બે વિસ્તારોમાં ભૂખમરાથી (Hunger Death) 372 લોકોના મોત (Death) થયા છે. ટિગ્રેમાં (Tigre) 351 લોકો અને અમહારા (Amhara) ક્ષેત્રમાં 21 લોકો માર્યા ગયા છે. ભૂખમરાની આ સ્થિતિ દુષ્કાળના (Drought) કારણે છે. ઈથોપિયન ઈન્સ્ટિટ્યુશન ઓફ ઓમ્બડ્સમેનના વડા એન્ડેલ હેઈલે કહ્યું કે તેમને લોકો તરફથી ફરિયાદો મળી છે.
આ ફરિયાદો સરકારી વિભાગોની છે. તપાસમાં જાણવા મળ્યું કે ટ્રિગેમાં 351 અને અમહરામાં 21 લોકો ભૂખમરાથી મૃત્યુ પામ્યા હતા. દસ દિવસની તપાસ બાદ આ વાત સામે આવી છે. શક્ય છે કે ત્યાં વધુ લોકોના મોત થયા હોય. જેના વિશે હાલ કોઈ માહિતી નથી. સરકારી એજન્સીના જણાવ્યા મુજબ તેઓને સંપૂર્ણ શંકા છે કે વધુ લોકોના મોત થયા છે. પરંતુ મૃતકોની હજી સુધી પૂર્ણત: ગણતરી થઈ નથી.
જ્યારે અમહારા અને ટિગ્રે પ્રદેશોના સરકારી પ્રવક્તા, લેગસી તુલુ અને મેંગાશા ફતવનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેઓ ઉપલબ્ધ નહોતા. ઇથોપિયામાં હાલમાં ગૃહયુદ્ધની સ્થિતિ છે. ખાસ કરીને ટિગ્રે વિસ્તારમાં તે હોર્ન ઓફ આફ્રિકાની નજીક છે. અહીં દાયકાઓથી દુષ્કાળની સમસ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામનું કહેવું છે કે હાલમાં 2 કરોડથી વધુ લોકોને મદદની જરૂર છે. જો અમહરાની વાત કરીએ તો ત્યાં વચ્ચે-વચ્ચે સંઘર્ષ થાય છે. તેમજ અહીં પણ ભયંકર દુકાળ પડી રહ્યો છે. અહીં અમહરાની સેના અને સ્થાનિક આતંકવાદીઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે. જણાવી દઇયે કે ટાઇગ્રેમાં 2022થી ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે.
ગત વર્ષે ડિસેમ્બરમાં ટિગ્રેના પ્રમુખ ગેટાચે રેડાએ કહ્યું હતું કે તેમના પ્રદેશની 91 ટકા વસ્તી ભૂખમરાના કારણે ખરાબ હાલ છે. તેમજ પરિસ્થિતિ હવે નિયંત્રણની બહાર નીકળી ગઇ છે. દરમિયાન જ્યારે સરકારના પ્રવક્તા લેગસી તુલુને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે આ નિવેદન યોગ્ય નથી. તેમજ હકીકતમાં આ નિવેદન ખોટું છે.
આ સાથે જ ગત વર્ષે મે મહિનામાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે ટિગ્રેમાં હિંસાને કારણે લોકોને ખોરાક આપવાનું બંધ કરી દીધું હતું. કારણ કે હિંસાના કારણે ખાદ્ય પદાર્થોનો મોટો ભાગ ચોરાઈ રહ્યો હતો. ત્યાર બાદ જૂનમાં સમગ્ર ઇથોપિયામાંથી મદદ બંધ કરી દેવામાં આવી હતી. આ પછી સંયુક્ત રાષ્ટ્રએ પણ કોઈપણ પ્રકારની મદદ આપવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ ઓગસ્ટમાં મર્યાદિત માત્રામાં ખોરાક અને અન્ય સહાય પૂરી પાડવાની શરૂઆત થઈ હતી. તેમજ અમેરિકાએ ડિસેમ્બરમાં મદદ આપવાની શરૂઆત કરી હતી.