World

યુક્રેને છેલ્લા 24 કલાકમાં ત્રણ વખત રશિયા પર ડ્રોન વડે હુમલો કર્યો

નવી દિલ્હી: રશિયા-યુક્રેન (Russia-Ukrain) યુદ્ધ (War) ખતરનાક વળાંક લઈ શકે છે. યુક્રેને છેલ્લા 24 કલાકમાં ત્રણ વખત રશિયા પર ડ્રોન (Drone) વડે હુમલો (Attack) કર્યો છે. યુક્રેનિયન ડ્રોને મંગળવારે મોસ્કોના રહેણાંક વિસ્તારોમાં હુમલો કર્યો હતો. મોસ્કોએ (Moscow) રશિયાને જાણ કરી હતી કે તેના પ્રદેશ પર કેટલાક હુમલા થયા છે અને કહ્યું છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાના (Murder) પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

મંગળવારે સવારે યુક્રેને મોસ્કોના સૌથી વધુ રહેણાંક વળા વિસ્તારોમાં ડ્રોનથી હુમલો કર્યો હતો. આ વિસ્તારોમાં પુતિનના રહેઠાંણ વિસ્તારનો પણ સમાવેશ થાય છે. એક પ્રવક્તાએ કહ્યું કે પુતિન હાલમાં ક્રેમલિનમાં છે અને તેઓને આ હુમલા અંગેની જાણકારી મળી છે. જો કે આ હુમલાના કારણે તેઓને કોઈ નુકશાન થયું નથી. મોસ્કોના મેયર પાસેથી જાણકારી મળી આવી છે કે યુક્રેન દ્વારા કરવામાં આવેલા આ ડ્રોન હુમલામાં બે લોકો ઘાયલ થયા હતા જ્યારે કેટલાંક એપાર્ટમેન્ટોમાં રહેલા લોકોને પોતાનું ઘર થોડાં સમય માટે ખાલી કરાવાની સૂચના આપવામાં આવી હતી. જ્યાં હુમલો થયો ત્યાંના રહેવાસીઓએ કહ્યું કે તેઓને પહેલા પેટ્રોલની ગંધ આવી હતી અને ત્યાર પછી મોટા ધમાકાનો અવાજ સાંભળ્યો હતો. કેટલાક લોકોએ ડ્રોન નીચે પડતાં અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં હોય તેવો ફોટો પણ પાડ્યો હતો.

ધારાસભ્ય મેક્સિમ ઇવાનોવે આને મોસ્કો પરનો સૌથી મોટો હુમલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હવે કોઈપણ રશિયન “નવી વાસ્તવિકતા” થી છટકી શકશે નહીં. તેમણે કહ્યું આ મહિનાની શરૂઆતમાં, ક્રેમલિન પર બે ડ્રોન વિસ્ફોટ થયા હતા, જેમાં રશિયાએ યુક્રેન પર આરોપ મૂક્યો હતો કે હવે યુક્રેન પુતિનની હત્યાનો પ્રયાસ કરી રહ્યું છે. અન્ય એક રશિયન સાંસદ એલેક્ઝાંડર ખિન્શ્ટેઇને કહ્યું કે, “દુશ્મનને ઓછો આંકશો નહીં! હવે યુક્રેનમાં આતંકવાદી હુમલાઓ વધશે જ.”

Most Popular

To Top