Charchapatra

સપના સાકાર થવા – ન થવામાં નિયતિ પણ હોય

દેવાનંદજીની ફિલ્મ ‘‘તેરે મેરે સપને’’ માં એક સંવાદ હતો ‘‘તુમને સપને દેખે હૈ, સપને કો તૂટતે હુએ નહીં દેખા’ વાતમાં તથ્ય છે. પ્રત્યેક મનુષ્ય સ્વપનો જુએ છે તેમાં કશું જ ખોટુ નથી. સપનોજ મનુષ્યમાં તેને સાકાર કરવાનો પુરૂષાર્થ પણ જગાડે છે. સપનો ક્યારેક સાકાર પણ થઈ જતાં હોય છે ત્યારે મનુષ્યના આનંદની કોઈ જ સીમા રહેતી નથી. એટલું જ નહી તેને લાગવા માંડે છે કે હું કંઈ કમ નથી ભલ ભલા સપનોને સાકાર કરી શકું છું, પરંતુ કંઈક મનુષ્ય પોતાનાં સ્વપનને સાકાર કરવામાં કશી જ કમી રાખતાં નથી છતાંએ તેમનાં સપનાં વખતો વખત ચકનાચૂર થઈ જતાં હોય છે. મનુષ્ય નિરાશાની ગર્તામાં હોમાય જતાં હોય છે. આમ સ્વપનો સાકાર થવાં કે ચકનાચૂર થવાં પાછળ કોઈક ત્રીજું પરિબળ પણ ભાગ ભજવતું હોવાનું અનુભવાય છે, શક્ય છે કે તેને નિયતિ કે કુદરત કહેવાતુ હશે.
નવસારી – ગુણવંત જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top