Charchapatra

 ‘દ્રવિડ’ સંસ્કૃત શબ્દ છે

પંચામૃત
આજના પ્રગતિશીલ યુગમાં, દરેક વ્યક્તિ/કુટુંબની જીવન જીવવાની જીવનશૈલી અલગ હોય છે. જે સ્વાભાવિક છે.પરંતુ આજની સંવેદનશીલ અને તણાવગ્રસ્ત જિંદગી દરમ્યાન સ્વસ્થ, મસ્ત જીવન જીવવું હોય તો નીચે મુજબની ત્રિપુટી પર ખાસ ધ્યાન રાખજો. ૧. વપરાશમાં પાણી, વાણી, કામાણી ૨. કાળજી તન, મન, ધન ૩. મહત્ત્વ આપો શિસ્ત, સંસ્કાર, સમર્પણ ૪. અપનાવો  સરળતા, સુશીલતા, સુગમતા ૫. સ્થાન આપો ગીત, સંગીત, રીતભાત બસ આ પાંચ પંચામૃતને જીવનમાં અગ્રિમતા આપો.
સુરત     – દીપક બી. દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

તમિલનાડુમાં સત્તાધારી પક્ષ ડીએમકેના નેતાઓ સતત સનાતન ધર્મનું અપમાન કરી રહ્યા છે. તેઓ ક્યારેક જાહેરમાં તો ક્યારેક સંસદમાં હિંદુત્વ વિરુદ્ધ બોલતા રહે છે. આ પાર્ટીના એક નેતાએ મુખ્યમંત્રી સ્ટાલિન સામે અલગ તમિલનાડુની માંગ પર વિચાર કરવાની વાત કરી હતી. હવે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારને સંસદમાં કહ્યું કે, સંસ્કૃત પર ખર્ચ કરવો એ પૈસાનો બગાડ છે. આ સાંભળીને બધા ચોંકી ગયા છે. કેમ કે, વિશ્વની સૌથી જૂની ભાષા અને બધી ભાષાઓની માતા ગણાતી સંસ્કૃત સામે ક્યારેય કોઈ નેતાએ આટલી નફરત વ્યક્ત કરી નહોતી. જો કે, મારને સંસ્કૃત પર આવો હુમલો કરતાં જ સ્પીકર ઓમ બિરલાએ મારનનો આકરો વિરોધ કર્યો. સંસ્કૃતનો આવો વિરોધ કરતાં આવા મોટાભાગના લેભાગુ નેતાઓ ભૂલી જાય છે કે, “દ્રવિડ”એ તમિલ શબ્દ નથી. આ એક સંસ્કૃત શબ્દ છે. જેનો અંગ્રેજોએ તેમની ભાગલા પાડો અને રાજ કારોની નીતિના ભાગ રૂપે ખોટો અર્થઘટન કર્યો હતો. સંસ્કૃતે વિદેશોની પણ અનેક ભાષાઓને જન્મ આપ્યો છે. દયાનિધિ મારનની સંસ્કૃત પરની અયોગ્ય ટિપ્પણીઓ માત્ર વાંધાજનક નથી પણ, દેશના ભાષાકીય વારસાની વાત આવે ત્યારે ડીએમકેના પસંદગીના આક્રોશ, દંભ અને પ્રચારને પણ છતી કરે છે. વિભાજનકારી રાજકારણમાં સામેલ થવું એ કરદાતાઓના પૈસાનો બગાડ છે. આમ, ભારતીય ભાષાઓમાં નફરત ફેલાવવા અને નકલી વિભાજન બનાવવાના મારનના આ પ્રયાસની યોગ્ય નિંદા થવી.
બારડોલી          – કેદાર રાજપૂત– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top