National

દ્રૌપદી મુર્મૂએ શપથ લીધા બાદ કહ્યું, ભારતમાં ગરીબો પણ સપના જોઈ શકે છે… મારા રાષ્ટ્રપતિ બનવાનો પુરાવો

નવી દિલ્હી: દ્રૌપદી મુર્મૂ (64 વર્ષ) સોમવારે, 25 જુલાઈએ દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. તેઓ દેશના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ દ્રૌપદી મુર્મૂને પદના શપથ લેવડાવ્યા હતા. દેશના પ્રથમ મહિલા આદિવાસી દ્રૌપદી મુર્મૂ આજે રાષ્ટ્રપતિ પદના શપથ લીધી.

રાષ્ટ્રપતિએ કારગીલ દિવસની શુભેચ્છા પાઠવી
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, 26 જુલાઈ કારગિલ વિજય દિવસ છે. આ દિવસ ભારતીય દળોની બહાદુરી અને સંયમનું પ્રતિક છે. હું તમામ નાગરિકો અને સેનાઓને કારગિલ દિવસની શુભેચ્છા પાઠવું છું. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે બંધારણના પ્રકાશમાં હું મારી ફરજો પૂરી નિષ્ઠાથી નિભાવીશ. મારા માટે ભારત અને તમામ દેશવાસીઓના લોકતાંત્રિક-સાંસ્કૃતિક આદર્શો હંમેશા મારી ઉર્જાનો સ્ત્રોત રહેશે.

આ પદ પર પહોંચવું એ મારી વ્યક્તિગત સિદ્ધિ નથી, ગરીબની સિદ્ધિ છે
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવું એ વ્યક્તિગત સિદ્ધિ નથી, ભારતના દરેક ગરીબની સિદ્ધિ છે. મારી ચૂંટણી એ વાતનો પુરાવો છે કે ભારતમાં ગરીબો સપના જોઈ શકે છે અને તેને સાકાર કરી શકે છે. મારી આ ચૂંટણીમાં, ભારતના આજના યુવાનોની જુની ઝંઝટમાંથી બહાર નીકળીને નવા માર્ગો પર ચાલવાની હિંમત પણ સમાયેલી છે. આજે હું આવા પ્રગતિશીલ ભારતનું નેતૃત્વ કરવા માટે ગર્વ અનુભવું છું.

દ્રૌપદી મુર્મુએ કહ્યું- ‘એક સંયોગ છે’
દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, દેશે મને એવા મહત્વપૂર્ણ સમયગાળામાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા છે જ્યારે આપણે આપણી આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યા છીએ. આજથી થોડા દિવસો બાદ દેશ તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. આ પણ યોગાનુયોગ છે કે જ્યારે દેશ તેની આઝાદીના 50મા વર્ષની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે મારી રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી અને આજે આઝાદીના 75મા વર્ષમાં મને આ નવી જવાબદારી મળી છે.

શપથ ગ્રહણ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષ, વડાપ્રધાન, અનેક રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, ઘણા દેશોના રાજદૂતો અને ત્રણેય સેવાઓના વડાઓ હાજર રહ્યા છે. તેમજ દ્રૌપદી મુર્મૂનો પરિવાર પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર છે. શપથ લેવા પહેલા દ્રૌપદી મુર્મૂ રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમના મુર્મુને પદના શપથ લેવડાવ્યા હતા. ત્યાર બાદ તેમને 21 તોપોની સલામી આપવામાં આવશે. અને ત્યારબાદ નવા રાષ્ટ્રપતિનું સંબોધન થશે. દ્રૌપદી મુર્મુના શપથ ગ્રહણ કાર્યક્રમમાં ઓડિશાના 64 વિશેષ મહેમાનો હાજરી આપી હતી. મુર્મુ દેશના 10મા રાષ્ટ્રપતિ હશે જેઓ 25 જુલાઈએ શપથ લઈ રહ્યા છે.

આ લોકશાહીની શક્તિ છે જેણે મને આટલે સુધી પહોંચાડ્યો – મુર્મૂ
દ્રૌપદી મુર્મુએ સંસદભવનના સેન્ટ્રલ હોલમાં પદના શપથ લીધા બાદ કહ્યું, હું દેશની પ્રથમ રાષ્ટ્રપતિ છું, જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો હતો. આપણે સ્વતંત્ર ભારતના નાગરિકોની સાથે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે આપણા પ્રયત્નો વધારવા પડશે. દ્રૌપદી મુર્મુએ કહ્યું, મારો જન્મ ઓડિશાના એક આદિવાસી ગામમાં થયો હતો. પરંતુ તે દેશની લોકશાહીની શક્તિ છે જેણે મને આ સુધી પહોંચાડ્યો.

રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, મેં મારી જીવન યાત્રા ઓડિશાના એક નાના આદિવાસી ગામમાંથી શરૂ કરી હતી. હું જે પૃષ્ઠભૂમિમાંથી આવું છું, પ્રારંભિક શિક્ષણ મેળવવું એ મારા માટે એક સ્વપ્ન જેવું હતું. પરંતુ અનેક અવરોધો છતાં મારો સંકલ્પ મક્કમ રહ્યો અને હું મારા ગામની કોલેજમાં જનાર પ્રથમ દીકરી બની. ગરીબ ઘરમાં જન્મેલી દીકરી, દૂરના આદિવાસી વિસ્તારમાં જન્મેલી દીકરી ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ સુધી પહોંચી શકે એ આપણી લોકશાહીની શક્તિ છે.

Most Popular

To Top