Gujarat

CMOમાં ધરખમ ફેરફાર: 26 સિનિયર IASની બદલી

ગાંધીનગર: વહીવટીતંત્રમાં શિથિલતા દૂર કરીને નવો પ્રાણ ફૂંકવાની કવાયતના ભાગરૂપે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમઓ સહિત રાજ્યના વહીવટીતંત્રમાં ધરખમ ફેરફાર કરીને 26 સિનિયર IASની બદલીના આદેશ કર્યા છે. ખાસ કરીને સીએમના અદિક પ્રિન્સિપલ સેક્રેટરી અવંતીકાસિંગની બદલી જીએસપીસીના એમડી તરીકે કરાઈ છે. જયારે સીએમના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે સંજીવ કુમારની નિમણૂંક કરાઈ છે. જયારે વિક્રાંત પાન્ડેની સીએમના અધિક પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક અને નવી દિલ્હીથી પરત આવેલા અજય કુમારની મુખ્યમંત્રીના સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઈ છે.

સંજીવ કુમાર, IAS ગુજરાત કેડરના 1998 બેચના અધિકારી છે. અત્યારે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. હવે તેમની બદલી કરીને મુખ્યમંત્રી પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. તેઓ ગૃહ વિભાગનો વધારાનો હવાલો પણ સંભાળશે. તેમજ ડો. વિક્રાંત પાંડે જેઓ મુખ્યમંત્રીના સચિવ હતા, તેમના હોદ્દાનું નામ હવે ‘મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ’ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કેન્દ્રમાંથી પરત ફરેલા અજય કુમારને મુખ્યમંત્રીના સચિવ તરીકે નિમણૂક આપી તેમને ગુજરાત મેરીટાઇમ બોર્ડના VC અને CEOનો વધારાનો ચાર્જ સોંપાયો છે.

રમેશચંદ્ર મીણાને કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે નિયુક્તિ મળી છે, જ્યારે મુકેશ કુમારે ઉચ્ચ અને તકનીકી શિક્ષણ વિભાગનો ચાર્જ સંભાળ્યો છે. મિલિંદ તોરાવણેને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ અને અશ્વિની કુમારને ઊર્જા તથા પેટ્રોકેમિકલ્સ વિભાગ સોંપવામાં આવ્યો છે. પૂર્વ CMO અધિકારી અવંતિકા સિંહને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાહુલ ગુપ્તાને રમતગમત અને યુવા બાબતો વિભાગમાં બદલી કરી હવામાન પરિવર્તનનો વધારાનો ચાર્જ અપાયો છે.

અન્ય મહત્વની નિયુક્તિઓમાં સ્ટેમ્પ્સ સુપરિટેન્ડન્ટ જેનુ દેવાણને GUVNLના મેનેજિંગ ડિરેક્ટર તરીકે વધારાનો ચાર્જ તેમજ નાણાં વિભાગ (ખર્ચ)ની જવાબદારી આપવામાં આવી છે. આર્તિ કન્વરને સેલ્સ ટેક્સના ચીફ કમિશનર બનાવવામાં આવ્યા છે, જ્યારે વિનોદ રાવને વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મુકવામાં આવ્યા છે. કૃષિ વિભાગમાંથી અંજુ શર્માને સામાન્ય વહીવટ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હરીત શુક્લાને બંદરો અને પરિવહન વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે.

આ ઉપરાંત, રાજીવ ટોપ્નોને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં મુકવામાં આવ્યા છે અને ડેપ્યુટેશન પરથી પરત આવેલા સંધ્યા ભુલ્લરને અર્બન હેલ્થ કમિશનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. પર્યટન વિભાગમાંથી ડૉ. રાજેન્દ્રકુમારને બદલી કરીને પરિવહન કમિશનર બનાવવામાં આવ્યા છે. ડેપ્યુટેશન પૂર્ણ કરીને પરત આવેલા લોચન સહરા અને ધનંજય દ્વિવેદીને અનુક્રમે શ્રમ અને કૌશલ્ય વિકાસ વિભાગ તથા પંચાયત વિભાગમાં મુકવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આ વ્યાપક રીશફલને વહીવટી કાર્યક્ષમતામાં નવી ગતિ લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top