વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2023-24 ના બજેટમાં વિશ્વામિત્રી શુદ્ધિકરણ યોજના પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. વડોદરામાં વર્ષોથી વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવાની અને ગટરના છોડતા પાણી બંધ કરવાની વાતો થાય છે, પરંતુ આજે પણ નદીની હાલત યથાવત રહી છે. કોર્પોરેશનમાં બજેટ વિશેની ચર્ચા દરમિયાન આ મુદ્દો આવ્યો ત્યારે વિરોધ પક્ષે ટકોર પણ કરી હતી કે વડોદરામાં ડ્રેનેજ પાણી શુદ્ધ સંપૂર્ણ કરાય તો વડોદરા ચોખ્ખું થઈ જાય. વિશ્વામિત્રીનો શહેરમાં જ્યાંથી પ્રારંભ થાય છે. ત્યાંથી શરૂ કરીને શહેરના છેવાડા સુધી નદીમાં જ્યાં જ્યાં નાળા આવેલા છે, તેનો સર્વે કરવામાં આવી રહ્યો છે અને સર્વેનો રિપોર્ટ ટૂંક સમયમાં મળી જાય તેવી શક્યતા છે.
નદીના એન્ટ્રી પોઇન્ટ થી નાળા એક પછી એક બંધ કરવામાં આવશે. નાળાના મૂળ ક્યાં છે તે શોધી કાઢવામાં આવશે. અમિત નગર પાસે હાલ જે કામગીરી થઈ રહી છે તે આનો એક ભાગ જ છે. દરજીપુરા પાસેથી પણ કામગીરી શરૂ કરવામાં આવશે. અમૃત-બેમાં આને લગતા કામો હાથ ધરવામાં આવનાર છે. લક્ષ્મીપુરા, ઉંડેરા, ગોત્રી, બિલ અને ભાયલી ખાતે આ સમસ્યાના મૂળથી કામ થાય છે તેવો દાવો કરવામાં આવ્યો છે. વડોદરા કોર્પોરેશનના ટ્રીટમેન્ટ પ્લાન બરાબર ચાલે, પાણી બરાબર શુદ્ધ કરાય, વરસાદી ગટરમાં ડ્રેનેજનું પાણી ઠાલવવાનું બંધ થાય તો કોર્પોરેશન દ્વારા દર વર્ષે કરા તો ખર્ચ લેખે લાગે. ટ્રીટમેન્ટનું પંપીંગ બરાબર કરાતું નથી, પમ્પ વ્યવસ્થિત ચાલતા નથી અને અનટ્રીટેડ પાણી છોડી દેવાતા છેવટે ગંદ