સુરતઃ કોરોના મહામારી(corona pandemic)ને મ્હાત આપવા ઉપયોગી થતાં પ્લાઝમા(plasma)ના ડોનેશન (donation) માટે સુરતના શહેરીજનો રાજ્યભરમાં અગ્રેસર રહ્યા છે. ત્યારે ૩૩ વર્ષીય ડો.ચૌપલ ડેબનાથે ચાર વખત પ્લાઝમાનું દાન કરીને સામાજિક ઉતરદાયિત્વ નિભાવ્યું છે. હાલ કોવિડની પરિસ્થિતિમાં કોન્વેલેસન્ટ પ્લાઝમા કોરોનાની રોગની ગંભીરતા ઓછી કરવામાં મહત્વનો ફાળો ભજવે છે તેમ જણાવતા ડો.ચૌપાલે કહ્યું કે, કોરોના મહામારીમાં દર્દીઓને મદદરૂપ (helpful) થવાની ભાવના સાથે ઉમદા સેવા કરવાની તક મળી છે ત્યારે વધુમાં વધુ પ્લાઝમા ડોનેટ કરીને સેવા બજાવતો રહીશ..
પ્લાઝમાનું દાન કરીને કોવિડના દર્દીની અમૂલ્ય જીદગી બચાવી શકાય છેઃ ડો. ચૌપલ ડેબનાથ
મૂળ અગરત્તલા ત્રિપુરા અને હાલ સિવિલ હોસ્પિટલના ક્વાર્ટસમાં રહેતા બાયોકેમિસ્ટ્રી વિભાગના રેસિડન્ટ ડો. ચૌપલ ડેબનાથે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, ગત જુલાઈ મહિનામાં કોવિડના પહેલા ફેઝમાં ડ્યૂટી કરતા કરતા સામાન્ય તાવ, શરદી ખાંસીની સાથે શરીરમાં શારીરિક નબળાઈ જણાઈ હતી એટલે સાથી ડોક્ટરની સલાહ મુજબ કોવિડ એન્ટિજન ટેસ્ટ (antigen) તથા RT-PCR રિપોર્ટ કરાવ્યો જે બન્ને રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા. પરંતુ શરીરની નબળાઈના કારણે HR-CT સ્કેન કરાવ્યું તો 10 ટકા કોરોનાની અસર જણાઈ હતી. અને હોસ્ટેલમાં જ સારવાર લઈ સ્વસ્થ થયો સાથે મારા અન્ય રિપોર્ટ કરાવતા મારા શરીરમાં એન્ટિબોડી બન્યાનું જણાતા પ્લાઝમાનું દાન આપવા તૈયાર થયો હતો. હાલ કોવિડના બીજા ફેઝમાં જીવન રક્ષક સમાન ગણાતા વેક્સિનેશનની સાથે પ્લાઝમાંની એટલી જ માંગ હોવાથી જેમના પણ એન્ટિબોડી બન્યા હોય તે દરેક વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે આગળ આવીને આ મહામારીને નાથવામાં સહયોગ આપવાની અપીલ તેમણે કરી હતી.
કોરોનામાંથી મુક્ત સ્વસ્થ વ્યક્તિઓને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ
ડો.ચૌપાલે કહ્યું છે કે, કોરોનાની મહામારીમાં પ્લાઝમા એક અસરકારક હથિયાર સાબિત થયું છે. જેથી ઝડપથી રિકવર થતા પ્લાઝમા ડોનેટ કરવાનો સંકલ્પ કર્યો અને સપ્ટેમ્બરમાં પહેલી વખત પ્લાઝમાં ડોનેટ કર્યું. ત્યારબાદ દર 45 દિવસ બાદ પ્લાઝમાં ડોનેટ કર્યું છે અને આજે ચોથી વખત પ્લાઝમા ડોનેટ કર્યું છે અને આગળ પણ જ્યાં સુધી જરૂર જણાશે ત્યાં સુધી હું પ્લાઝમાં ડોનેટ કરવાનો સંકલ્પ કરું છું. પ્લાઝમા ડોનેટ કરવાથી બે દર્દીઓની જિંદગી બચી શકતી હોય તો આનાથી મોટું સેવાકાર્ય બીજું શું હોઈ શકે? પ્લાઝમા ડોનેટ કરવા કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયેલા વ્યક્તિઓ આગળ આવી રહ્યા છે જે ખરેખર પ્રેરણાદાયી છે. આવા કોરોના યોધ્ધાઓ થકી કોરોના મહામારીને નાથવા પણ ચોક્કસ સફળતા મળશે અને હાલ કોવિડની સ્થિતિમાં જીવનરક્ષક ગણાતી સ્વદેશી વેક્સિન 45 વર્ષ ઉપરની વયની દરેક વ્યક્તિઓ વેક્સિન અચૂક પણે લઈ લેવી જોઈએ. આપણી નાનકડી સમજથી સમાજના ઘણા લોકોની જીંદગી બચી શકશે.
નવી સિવિલ બ્લડ બેંકના ડો.મયુર જરગે જણાવ્યું કે, હાલ કોરોનાનો બીજો તબક્કો ગંભીર છે ત્યારે વધુમાં વધુ લોકો પ્લાઝમાનું દાન આપે તે જરૂરી છે. જે વ્યકિત 28 દિવસ પહેલા કોવિડથી સ્વસ્થ થયા હોય ઉપરાંત જે વ્યકિતએ વેકસીન લીધી હોય તેઓ ૩૦ દિવસ બાદ પ્લાઝમા ડોનેટ કરી શકે છે.