આણંદ : ચાંગા સ્થિત ચારુસેટની ગવર્નિંગ બોડીના સભ્ય ડો. બિમલ પટેલનું સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. ડો. બિમલ પટેલ, સંયુક્ત રાષ્ટ્રમાં 1 જાન્યુઆરી 2023થી શરૂ થતાં પાંચ વર્ષના કાર્યકાળ માટે ઈન્ટરનેશનલ લો કમિશન માટે ચૂંટાયા છે. જેમાં તેમને યુએન જનરલ એસેમ્બલીમાં 192 સભ્યોમાંથી 163ના મત મેળવીને જીત હાસીલ કરી હતી. ઇન્ટરનેશનલ લો કમિશનમાં ચૂંટાયેલા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર અને નેશનલ સિક્યોરિટી એડવાઈઝરી બોર્ડ ઓફ ઈન્ડિયાના પ્રોફેસર, ચારુસેટની ગવર્નિંગ બોડીના સભ્ય અને ચરોતરના પનોતા પુત્ર ડો. બિમલ પટેલનો સન્માન સમારંભ યોજાયો હતો.
ડો. બિમલ પટેલ, સંયુક્ત રાષ્ટ્રમાં 1 જાન્યુઆરી 2023થી શરૂ થતાં પાંચ વર્ષના કાર્યકાળ માટે ઈન્ટરનેશનલ લો કમિશન માટે ચૂંટાય છે. ઇન્ટરનેશનલ લો કમિશનમાં કેવી રીતે ચૂંટાયા તેની માહિતી આપતા ડો. બિમલ પટેલે જણાવ્યું હતું કે, આ સન્માન મારા માટે અને સમાજ માટે ગૌરવની બાબત છે. શિક્ષકો ધારે તો શું કરી શકે છે. દેશના સમાજના નિર્માણમાં શિક્ષકોનો બહુમૂલ્ય ફાળો છે. તેઓ પોતે શિક્ષક છે અને આટલા મોટા હોદ્દા પર છે તે બદલ ભારત સરકારનો આભાર વ્યકત કર્યો હતો. શિક્ષકોએ પડકાર ઉપાડવો જોઈએ અને ચારુસેટમાંથી ભવિષ્યમાં કોઈ આટલા ઊંચા હોદ્દા પર પહોંચે તેવી આશા દર્શાવી હતી. સુરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ચારુસેટ બહુ જ નસીબદાર છે કે અમને દેશવિદેશમા માતબર દાન આપનારા દાતાઓ અને ગવર્નિંગ બોડીના સભ્યો પ્રાપ્ત થયા જેના થકી વૈશ્વિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરી શક્યા છીએ. દાતાઓના કારણે ચારુસેટ ઉજ્ળું છે. શિક્ષકો જે કરે છે તેને વિદ્યાર્થીઓ અનુસરે છે આથી જીવનમાં તે પ્રમાણે વર્તવું જોઈએ.