Business

BYJU’s સંકટમાં: ઈડીએ આટલા હજાર કરોડ ચૂકવવા નોટીસ ફટકારી

નવી દિલ્હી: જાણીતી ઓનલાઈન એજ્યુકેશનની કંપનીના માલિક બાયજુસના (BYJUs) ઘર અને ઓફિસ પર EDએ દરોડા પાડ્યા ત્યાર બાદથી કંપનીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) બાયજુસ ને રૂ. 9,000 કરોડની વસૂલાત માટે નોટીસ ફટકારી છે. આ નોટીસ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના ઉલ્લંઘન માટે મોકલવામાં આવી છે. જેને બાયજુસના માલિકએ નકારી કાઢી છે.

મળતી માહિતી મુજબ બાયજુસ રવીન્દ્ર બાયજુસના નામથી લોકપ્રિય ઓનલાઇન એજ્યુકેશન પોર્ટલ ચલાવે છે. ત્યારે સર્ચ દરમિયાન તેમની પાસેથી ઘણા ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જપ્ત કરવામાં આવ્યા હતા. જેના પગલે ઈડીએ બાયજુસને વિદેશી ફંડિંગના કાયદાના ઉલ્લંઘન બદલ રૂ. 9000 કરોડ ચૂકવવા આદેશ કર્યો છે. બાયજુ સામે ફેમા (FEMA) હેઠળની તપાસમાં EDને રૂ. 9,000 કરોડની ગેરરીતિ મળી આવી હતી.

દરોડામાંએ પણ બહાર આવ્યું છે કે કંપનીએ 2011 થી 2023ના સમયગાળામાં અંદાજે રૂ. 28000 કરોડનું વિદેશી રોકાણ મેળવ્યું હતું. ઉપરાંત કંપનીએ આ સમયગાળા દરમિયાન વિદેશી રોકાણના નામે 9754 કરોડ રૂપિયા વિદેશ પણ મોકલ્યા હતાં. આ સિવાય કંપનીએ જાહેરાત અને માર્કેટિંગ ખર્ચના નામે અંદાજે રૂ. 944 કરોડ ભેગા કર્યા છે. જેમાં વિદેશમાં મોકલવામાં આવેલા નાણાંનો પણ સમાવેશ થાય છે.

કંપનીએ નાણાકીય વર્ષ 2020-21 માટે તેમના નાણાકીય હિસાબની યાદી તૈયાર કરી નથી અને એકાઉન્ટ્સનું ઓડિટ પણ કરાવ્યું નથી. તેથી કંપની દ્વારા આપવામાં આવેલા ડેટાને બેંકો સાથે ચકાસવામાં આવી રહ્યા છે. ED દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન કંપનીના સ્થાપક અને CEO રવિન્દ્રન બાયજુને અનેક સમન્સ મોકલવામાં આવ્યા હતા.

વધુમાં માહિતી મળી હતી કે આ એજ્યુકેશન કંપનીએ સતત કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. સમન્સ સાથે કંપનીને રોકડ નાણાની તંગીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાથી કંપની $1.2 બિલિયનની લોન ચૂકવવામાં અસમર્થ રહી હતી. જેના પગલે કંપનીના ત્રણ ડિરેક્ટરોએ રાજીનામું આપ્યું છે. જેમાં ફેમસ એજ્યુકેટર રવિશંકરનો પણ સમાવેશ થાય છે.

કંપનીએ અગાઉ પગાર ચુકવણીની સમય મર્યાદા સપ્ટેમ્બર થી નવેમ્બર સુધી શિફ્ટ કરી હતી. પરંતુ રોકડની તંગીના કારણે મેજરએ સાપ્તાહિક રીતે કર્મચારીઓને પગારની ચૂકવણી કરી હતી. સાથે જ નાણાકીય સમસ્યાના કારણે કંપનીએ પહેલી વાર જૂનમાં 1,000 કર્મચારીઓની છટણી કરી હતી. ત્યાર બાદ ઓગસ્ટમાં વધુ 400 કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી.

Most Popular

To Top