SURAT

શહેરમાં બેવડી ઋતુનો અહેસાસ, રાતના શિયાળાનો તો દિવસમાં ઉનાળાનો અનુભવ

સુરત: શહેરમાં બેવડી ઋતુનો (Double Season) અહેસાસ જોવા મળ્યો છે. રાતના શિયાળો (winter) લાગી રહ્યો છે, તો દિવસમાં ઉનાળો (Summer) અનુભવાઈ રહ્યો છે. તેવામાં જ શનિવારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22.8 ડિગ્રી નોંધાયું છે. પરંતુ અગામી ચારેક દિવસ તાપમાન યથાવત રહેશે. જે પછી ત્રણેક ડિગ્રી ઘટી જશે અને ધીમે ધીમે ઠંડી જમાવત કરશે.હવામાન વિભાગના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી રાતે લઘુત્તમ તાપમાન 21થી 22 ડિગ્રી વચ્ચે રહે છે. જેને કારણે મળસકે ઠંડી અનુભવાય છે. પણ દિવસની વાત કરીએ તો 34 ડિગ્રી આસપાસ જ રહે છે.

ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાથી કડકડતી ઠંડી અનુભવાશે
જેને કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે, આવી સ્થિતિ હજી થોડા દિવસ રહેશે. ત્યાર બાદ ધીમે ધીમે ઠંડી જમાવત કરશે. નવેમ્બર મહિનામાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સુધી નીચું જશે. જ્યારે મહત્તમ તાપમાન 33 ડિગ્રી પર પહોંચશે. જેથી કોલ્ડ વેવની કોઇ આશા નથી. પણ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાથી કડકડતી ઠંડી અનુભવાશે. શુક્રવારે મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21.8 ડિગ્રી નોંધાયું હતું. જે આજે શનિવારે અનુક્રમે 0.8 ડિગ્રી ઘટી ગયું હતું અને એક ડિગ્રી વધી ગયું હતું. જ્યારે શુક્રવારથી લઇને શનિવાર સુધી નોર્થ ઇસ્ટથી ચાર કિલોમીટર પ્રતિ કલાકે પવન ફુંકાયો હતો.

Most Popular

To Top