કોરોના ( corona ) મહામારીના કારણે રાજયભરમાં દરરોજ લોકો મરી રહ્યા છે . ક્યાક ઑક્સીજન ( oxygen) ની તો ક્યાક ઈંજેક્સન ( injection ) તો ક્યાક બેડ ( bed) ની કમી છે. ત્યારે સુરતમાં હાલ વધતાં કેસોની વચ્ચે ખાનગી દવાખાનાઓ તો ઠીક પણ હવે સરકારી નવી સિવિલ ( surat civil hospital) માં પણ વેન્ટિલેટર ( ventileter) ની અછત ઊભી થતાં દર્દીઓ રઝળી પડ્યા છે અને નવા દર્દીઓ માટે દવાખાને દરવાજા બંધ કરી દીધા છે.સરકારની પાંગળી દશા અને મોટી મોટી વાતોની હવે પોલ ખૂલી રહી છે.
કોરોનાના કારણે લોકો પાયમાલ બન્યા છે, જ્યાં જોવે ત્યાં કોરોના દર્દીઓ માટે દવા, ઈંજેક્સ્ન ,બેડ, ઑક્સીજન ,વેન્ટિલેટર સોધતા પરિજનો જોવાઈ રહ્યા છે. આર્થિક રીતે જે પરિવાર સદ્ધર નથી તેવા પરિવારના લોકો સરકારી દવાખાનાઓ પર આશ્રિત છે ત્યારે આજે સુરત સિવિલે અચાનક સવારમાં નવા દર્દીઓ માટે દરવાજા બંધા કરી દેતા ગરીબ દર્દીઓ કફોડી હાલતમાં મુકાયા હતા. લાંબી લાઈનોમાં રેમડેસિવિર ઈંજેક્સ્ન માટે સિવિલમાં ઊભા રહીને થાકેલા પરિજનો હવે વેન્ટિલેટર સોધવા ક્યાં જશે.
સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સુરત માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ગમે તે ઘડીએ ખૂટી પડવાની દહેશત છે. સુરતમાં ઓક્સિજનની અછતની આશંકાને લઈને ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સ ચિંતિત છે. રવિવારે મોડી રાત્રે ડોક્ટર્સે ઓક્સિજન સ્થિતિ અંગે જનપ્રતિનિધી અને પ્રશાશન સમક્ષ રજુઆત કરી હતી. ઓક્સિજનની વધેલી માંગની સામે પર્યાપ્ત માત્રામાં જથ્થો ન મળતો હોવાની મોટા ભાગના ડોક્ટર્સની ફરિયાદ છે. ડોક્ટરની ચિંતા છે કે, ઓક્સિજનનની અછત વચ્ચે કોરોનાના દર્દીઓની સારવાર કેવી રીતે કરવી.
બધુ જ પૂરતું છે બધુ જ બરાબર છે અને સબ સલામતના નામે વાહવાહી લેતા નેતાઓ અને તંત્રના આગેવાનો હવે ક્યાં છે જ્યારે ગરીબ દર્દી માટે બનેલી સિવિલના જ દરવાજા બંધ થઈ ગયા છે ત્યારે આ પ્રજા હવે કોના ભરોસા પર ? વચનો અને મોટી વાતો કરી વોટ માંગવા આવેલા નેતાઓ હાલ ક્યાય જોવાતા નથી.માત્ર ફોટો શેસન કરાવવા અને ઉદઘાટનમાં દેખાતા નેતાઓ હાલ લોકોની આ જરૂરિયાતો પૂરી કરવા માટે લાચાર બનીને ભાગી રહ્યા છે.