Vadodara

મત નહિં આપો તો મને કોઈ ફેર પડવાનો નથી ­: અભેસિંહ તડવી

વડોદરા: ચૂંટણી ટાણે મતદારોને અનેક વચનો આપતા રાજકીય પક્ષ તેમના આગેવાનોને જયારે મતદાર સવાલ કરે છે ત્યારે તેમનો િપત્તો સાતમા આસમાને પહોંચી મતદાતાને હડધૂત કરી નાંખે છે. આવી ઘટના છોટાઉદેપુર િજલ્લાના સંખેડાના ભાજપી ધારાસભ્ય અભેસિંહ તડવીએ મતદારોને ધમકાવતો એક વિડિયો સોશીયલ મિિડયા ઉપર વાયરલ થતા આિદવાસી િવસ્તારમાં તેમના પ્રત્યે ભારે નારાજગી પ્રસરી છે.

તા. 28મીએ ફેબ્રુઆરીએ યોજાનાર સ્થાિનક સ્વરાજયની ચૂંટણીઓ ને અનુલક્ષી રાજકીય પક્ષોના ઉમેદવારો અને આગેવાનો પૂરજોશમાં પ્રચાર કરી રહયા છે. છોટાઉદેપુર િજલ્લાના નસવાડી તાલુકા હેઠળ આવેલા હરિપુરા ગામે પ્રચાર દરમિયાન સંખેડાના ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવીએ મતદારોનો અવાજ બંધ કરવા ખુલ્લી ધમકી આપી હતી.

હરિપુરાના એક મતદારે આવાસો અંગે સવાલ પૂછયો હતો કે આવાસો કયારે બનશે ? બસ આ સવાલને લીધે ધારાસભ્ય અભેસિંહ તડવીનો ગુસ્સો સાત આસમાને પહોંચી ગયો હતો. મતદારને તો સ્થળ ઉપરથી તેમણે કાઢી મૂકયો હતો. અને કહયું હતું કે, આ ગામમાં અનાજ આવ્યું છે તમે ખાધુ પણ છે એટલે હવે ઋણ ચૂકવવું પડશે. તમને જે યોગ્ય લાગે તે કરજો મત નહીં મળે તો મને કોઈ ફેર પડવાનો નથી.

અમે કામ કરીને બેઠા છીએ સરકાર રૂિપયા અને લોન આપે છે. ધારાસભ્ય પણ રૂિપયા આપે છે. તેવી ખુલ્લી ધમકી ધારાસભ્ય અભેસિંહ તડવીએ ઉચ્ચારતા ગામમાં સોંપો પડ ગય હતો. જે ઉમેદવારને  મતદારોએ પોતાનો િકંમતી મત આપી ચૂંટીને મોકલ્યા એ પ્રતિનિધિ ચૂંટાયા પછી તેમના અસ્સલ મિજાજનું પ્રદર્શન કરી મતદારોને અપમાનિત કરે તે કેટલુ વાજબી છે ? તેવો સવાલ ગામ લોકોએ કર્યો છે.

હરીપુરા ગામમાં આવાસો બનાવવાનું વચન પણ ધારાસભ્ય અભેસિંહ તડવીએ તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન આપ્યું હતું. પરંતુ અઢી વર્ષથી આવાસો બન્યા ન હતા અને એટલા માટે મતદાતાએ તેમને સવાલ કર્યો હતો. જેના પ્રત્યુત્તર અપમાનમાં મળ્યો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top