પીરિયડ્સ/ માસિક ધર્મ (periods) આ સ્ત્રીઓ માટે એક એવું કુદરતી ઋતુ ચક્ર છે, જે કેટલીક સમસ્યાઓ લઇને આવે છે. પીરિયડ્સ વિશે આમ તો હવે ખુલીને વાતો થતી થઇ છે. પણ કેટલીક વાતો એવી છે જે સામાન્ય છે છતાં આપણા ધ્યાન બહાર નીકળી જાય છે.
પીરિયડ્સ દરમિયાન ઘણી સ્ત્રીઓને રક્તસ્ત્રાવ સાથે માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, અને અનિદ્રા જેવી સમસ્યાઓ પણ થતી હોય છે. જેના કારણે તેમનો આખો દિવસ ખરાબ જાય છે. આજે અમને પીરિયડ્સ વિશે કેટલીક એવી માહિતી મળી છે, જે તમે જાણશો તો તમને પણ કામ લાગશે. સ્ત્રીઓ માસિક સ્રાવના દુખાવામાં રાહત મેળવવા માટે ઘણીવાર પેઇનકિલરનો આશરો લે છે. તમારામાથી ઘણા લેતા હષે. જો કે ડૉક્ટર્સનું કહેવુ છે કે પીરિયડ્સમાં પેઇનકીલર લેવાથી તમારા શરીરને નુકસાન થઇ શકે છે. જાણવા મળ્યુ છે કે પીરિયડ્સમાં લેવાતી પેઇનકીલર શરીરના સારા બેક્ટેરિયાને પણ ખતમ કરી દે છે. પરિણામે આગળ જતાં હાર્ટ એટેક, અલ્સર, કિડની, યકૃત અને આંતરડાની સમસ્યાઓ થઈ શકે છે.
પીરિયડ્સ દરમિયાન મોટેભાગની મહિલાઓ અને સ્ત્રીઓ જે ભૂલ કરતી હોય છે – એ છે ખોટા અને ઓછી ગુણવત્તાવાળા પેડ્સની પસંદગી. જણાવી દઇએ કે સારા મટિરિયલથી બનેલા પેડ્સ વાપરવું ખૂબ જ જરૂરી છે. કોટન સિવાયના પેડ્સ વાપરવાથી ચામડીના રોગ અને અન્ય ઇન્ટરનલ ઇન્ફેકશન થઇ શકે છે. આ સિવાય દર છ કલાકે પેડ્સ ન બદલવુ એ પણ ખોટી આદત છે. લાંબા સમય સુધી એક જ પેડ પહેરી રાખવાથી પણ ઇન્ફેકશન થવાની શક્યતાઓ વધે છે.
આ સિવાય જો તમે પીરિયડ્સ દરમિયાન શરીરમાંથી આવતી દુર્ગંધથી બચવા જો વધુ પડતા પરફ્યુમ કે ડિઓડ્રન્ટનો ઉપયોગ કરતા હો તો પણ ચેતી જજો, કારણ વધુ પડતા પરફ્યૂમ વાપરવાથી ચામડીના રોગો થઇ શકે છે. ડૉક્ટરો કહે છે કે પીરિયડ્સ દરમિયાન વધુ પડતી ડાયેટ કે પછી વધુ પડતા જંક ફૂડનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ. આ સમય દરમિયાન તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે તેથી સાત્વિક અને સમયસર ખોરાક લેવો જોઇએ.
ઘણી સ્ત્રીઓ એવું માને છે કે માસિક દરમિયાન ગર્ભ નથી રહેતો, તેથી માસિક દરમિયાન શારિરીક સંબંધો બાંધી લેવા જોઇએ. યાદ રાખજો આમ કરવું તમારા સ્વાસ્થ્ય અને શરીર માટે જોખમરૂપ છે. માસિક દરમિયાન શારીરિક સંબંધો, એમાંય અસુરક્ષિત શારીરિક સંબંધો બાંધવાથી ચેપ થવાનું જોખમ સૌથી વધુ રહેલુ છે. વધુમાં જો તમે માસિક દરમિયાન હળવી કસરતો કરવાનું નિષ્ણાતો સૂચવે છે.