Business

સંતાનને આ બાબતોમાં અટકાવો નહીં

બાળકોને કઇ વસ્તુઓ કરવા દેશો કે એ કરવાની ના ન પાડશો?

  • પ્રશ્નો પૂછવા
  • બાળક જેમ જેમ મોટું થતું જાય છે એનામાં કુતૂહલ વધતું જાય છે. એ દુનિયા વિશે જાણે છે તેમ તેમ સ્વાભાવિક છે કે તેના મનમાં વધુ ને વધુ પ્રશ્નો જાગે. માતાપિતા સાંજે થાકીપાકીને પાછાં આવે ત્યારે તેઓ તેના બધા પ્રશ્નોના જવાબ આપવા માટે તૈયાર ન હોય પરંતુ સંતાન સાથે કવોલિટી ટાઇમ પસાર કરવો જોઇએ. એ બાળકના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવશે અને એની સાથેની ગાંઠ મજબૂત થશે. બાળકો મોટાં થયા બાદ પણ એ યાદો જળવાયેલી રહેશે.
  • રૂદન
  • બાળકો કયારેક નાની સરખી વાતમાં પણ રડી પડે છે. પરંતુ બાળકને રડતાં અટકાવો નહીં કે રડે ત્યારે એની મશ્કરી ન કરો. આપણે સામાન્ય રીતે છોકરાઓને કહીએ છીએ કે છોકરો થઇને રડે છે? પરંતુ આવું ન કરો.  એઓ શા માટે રડે છે એનું કારણ શોધી એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો.
  • લાલચ
  • મોટાંઓ જેમ પોતાની વસ્તુ શેર નથી કરતાં તેમ બાળકોને પણ અમુક વસ્તુઓ પોતાની પાસે જ રાખવાનો હક છે. એમને એ વસ્તુ આપવાનો ફોર્સ ન કરો. દા.ત. તમારું સંતાન એના ફ્રેન્ડને કોઇ રમકડું કે વસ્તુ આપતું ન હોય અને તમે એને શેરીંગની ભાવના શીખવવા માંગતાં હો તો તમે એને કહી શકો કે, ‘ભલે તું એ તારી પાસે રાખ પણ આ બીજું રમકડું એને રમવા આપ.’
  • ના પાડવી
  • બાળક કંઇ તમારી માલિકીની વસ્તુ નથી. તેઓ પણ અન્ય કુટુંબીજનોની જેમ ‘ના’ પાડી શકે છે. તેમને ‘ના’ પાડતાં અટકાવવા એટલે તેમની સ્વતંત્રતા રોકવી. એમને શાંતિથી સમજાવો કે તેણે શા માટે તે ના પાડે છે તે વસ્તુ કેટલીક વાર કરવી જ પડે છે.
  • શોરબકોર
  • બાળકોનું બાળપણ છીનવી ન લો. તેમને મોટે મોટેથી રાગડા તાણવા દો, ચીચિયારીઓ પાડવા દો, શોરબકોર કરવા દો. આ જ જિંદગીનો એવો તબકકો છે જયારે તેઓ તેમની મરજી મુજબ કંઇ પણ કરી શકે છે. બાળપણને ફરી માણવાનો સમય જિંદગીમાં ફરી કયારેય આવતો નથી.
  • ગભરાટ
  • બાળક કોઇ અજનબી, ડોકટર કે કોઇ પણ વિચિત્ર વસ્તુ જોઇ ગભરાઇ જાય એ બહુ સહજ છે. એ ગભરાય તેની મશ્કરી ન ઉડાવો. એને બદલે તેને ભરોસો અપાવો કે એમાં ગભરાવા જેવું કશું નથી. તમે એની સાથે જ છો.
  • સિક્રેટસ
  • તમારું બાળક જેમ જેમ મોટું થતું જશે એને વધુ પ્રાઇવસી જોઇશે. એની જિંદગીમાં શું બની રહ્યું છે એની તમને ચોક્કસ જ  ખબર હોવી જોઇએ પરંતુ તમે બિનજરૂરી દખલ ન કરો એ ધ્યાન રાખો. તમારા સંતાનનો તમારા પરનો વિશ્વાસ અમૂલ્ય છે એટલે એની ડાયરી ચોરીછૂપીથી વાંચીને કે સિક્રેટ જાણવા તેમના પર દબાણ કરીને એ વિશ્વાસને જોખમમાં ન મૂકો.
  • ગુસ્સો અને ઇર્ષ્યા
  • બાળક પણ આખરે તો માણસ જ છે અને તેમનામાં પણ નેગેટિવ ફિલિંગ્સ જન્મે છે. આ ઉંમરે તેમનો વિલપાવર એટલો મજબૂત હોતો નથી અને પોતાના પર કંટ્રોલ રાખવાનું ઘણી વાર મુશ્કેલ બને છે. તમારા સંતાનને એની લાગણીઓ વ્યકત કરતા કદી અટકાવો નહીં.

ભૂલ

કોઇ પણ વ્યકિતને ભૂલ કરવાનું ગમતું નથી પરંતુ કયારેક જાણતાં – અજાણતાં ભૂલ થઇ જાય છે. બાળક જાતે કંઇક કરવા જાય અને ભૂલ થાય તો એને ધમકાવો નહીં કે તમે એ કામ કરી ન આપો. બાળક ભૂલમાંથી જ શીખશે. જો તમે એને ખીજવાશો તો પછી એ કોઇ પણ કામ જાતે કરશે જ નહીં. એ પરાવલંબી બની જશે. એનો વિકાસ રૂંધાશે.

Most Popular

To Top