તા.29-7-21 ના ‘ગુજરાતમિત્ર’માં પાના નંબર 10 ઉપર ‘50 હજાર કરોડના ખર્ચે સુરતથી ચેન્નાઈ વચ્ચે એકસપ્રેસ વે બનશે. શીર્ષક હેઠળના સમાચાર વાંચ્યા. સરકારી તંત્ર રસ્તા બનાવવા પાછળ હાથ ધોઇને પડયું છે. હવે વધુ પડતા રસ્તાઓ બનાવવા પાછળ વધુ નાણાં ખર્ચ કરવો ન જોઇએ. એના કરતાં શિક્ષણ આરોગ્ય બાબત પાછળ વધુ નાણાં ખર્ચવા જોઇએ. આજે શિક્ષણ અને આરોગ્ય બંને ખૂબ મોંઘાં થઇ ગયા છે. વધુ રસ્તાઓ બનતાં ખેતીલાયક જમીન ઓછી થતી ચાલી. કેટલાંક ગામોમાં ઉદ્યોગો આવતા ગામમાં ખેતીની જમીન રહી જ નથી. ગામનાં ખેડૂતો રહ્યા જ નહીં. ભારત ખેતીપ્રધાન દેશ છે તેને ખેતી પ્રધાન રહ્યા જ નહીં.
ભારત ખેતીપ્રધાન દેશ છે તેને ખેતીપ્રધાન રહેવા દો. દેશની ઘણી જમીન રસ્તા, રહેઠાણ અને ઉદ્યોગોમાં વપરાઈ ગઇ છે. ભારતે અન્ન માટે વિદેશો પર આધાર રાખવો પડશે. નકામી જમીન છે તેને પણ ઉપજાઉ જમીન બનાવો. રણને આગળ વધતું અટકાવો. હાલમાં અતિવૃષ્ટિ થતાં રેલ સંકટ સર્જાતાં પાકનો નાશ થયો. મા.સ્વ. મોરાજીભાઈ દેસાઈ વડાપ્રધાન હતા ત્યારે 5.50 રૂા.માં એક કીલો શીંગતેલ મળતું હતુ. આજે 176 રૂા. કિલો મળે છે. એનું કારણ ઉત્પાદન ઓછું અને ખાનારા વધુ. આથી ખેતીનો વિકાસ કરવો જરૂરી જ નહીં, અનિવાર્ય છે. નવસારી – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.