વડોદરા: વડોદરા શહેરમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપણને વડોદરામાં અમુક એવી અમુલ્ય ભેટો આપી છે જે આપણે એને કદી વિસરી ન શકાય તેમ છે. જેમાં એક ભેટ કારેલીબાગ વિસ્તારમાં આવેલુ ખાસવાડી સ્મશાન જે ૧૫૦ વર્ષોથી વધુ જુની ભેટ આપના વડોદરા વાસીઓને આપી છે. એમાં અલગ અલગ ધર્મના લોકો દ્વારા તેમના પરિવાર જનોની અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવતા હોય છે. ખાસવાડી સ્મશાન જે કારેલીબાગમાં આવેલું છે તે સ્મશાનમાં વડોદરા સિવાય વડોદરા બહારના હજારો લોકો પણ ત્યાં આવીને અંતિમ સંસ્કાર કરે છે અને અંતિમ સંસ્કારના બાકીના દિવસોની વિધિ પણ અમુક લોકો ત્યાં કરતા હોય છે.
આ કારેલીબાગનું સ્મશાન હવે પાલિકાના હસ્તક હોવાથી વારવાર ત્યાં પૈસાનો વેડફાટ કરીને તેનું રીનોવેશન જ કરે છે. વડોદરા શહેરમાં પણ બાકીના કેટલા બધા સ્મશાનો છે તેનું રીનોવેશન કેમ નથી કરતા તે એક ચર્ચાએ આજે વડોદરા શહેરમાં જોર પકડ્યું છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલું ખાસવાડી સ્મશાન આશરે ૧૫૦ વર્ષ કરતા વધુ જુનું સ્મશાન છે. આ ખાસવાડી સ્મશાન મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા શહેરમાં વસતા તમામ સમાજના જે કોઈ સભ્યનું મૃત્યુ થાય તેના અગિન સંસ્કાર બાદની વિધિના ૧૩ દિવસ સુધી વિવિધ પ્રકારની વિધિઓ કરવામાં આવે તે માટે જેતે સમયે દામલે ગુરુજી સંભાળતા હતા તેઓના અવસાન બાદ હાલ આ તમામ વિધિ વિક્રમ ખિડકીકર ગુરુજી સંભાળી રહેલ છે.
આ સ્થળ પર શહેરમાં વસતા મરાઠી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. લક્ષ્મણ કરણજી ગાવકર આ સ્મશાનમાં ભૂમિમાં ગયા હતા અને ખડીકર ગુરુજીને મૌખિક સુચના કરેલ કે આ સ્થળે અમો નવું રીનોવેશન કરવાના છે અને તમારે આ જગ્યા ખાલી કરવાની રહેશે. આ જગ્યા ણા બદલે તમોને અમો પાણીની ટાંકી સામે આવેલ જગ્યામાં દશ બાય દસની ઓરડી બનાવી આપીશું. આ હકીકત ખિડકીકર ગુરુજી થકી વડોદરા શહેરના મરાઠી સમાજના કય્ર્ક્રોને જાણવા મળતા તેઓએ આ બાબતે ખિડકીકર ગુરુજીનો સંપર્ક કરતા હકીકત સત્ય હોવાનું બહાર આવતા અન્ય મરાઠી સમાજના અગ્રણી અને કાર્યકરોએ બે દિવસ પહેલા સ્મશાન ભૂમિ ખાતે રામધુન કરી વિરોધ દર્શાવ્યો હતો. વડોદરા શહેરમાં મરાઠી સમાજની વિનતી છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ સમયથી મરાઠી સમાજના સદસ્ય નિધન બાદ મૃત્યુ બાદ જે વિધિઓ કરવામાં આવે છે તે જગ્યા કાયમી રાખવામાં આવે જે હાલ જગ્યા છે એ જગ્યા કાયમી ધોરણે મળવી જોઈએ તેવી માંગ સાથે મરાઠી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.