Charchapatra

હજુ તહેવારો ઉજવશો નહીં

વર્ષો વહી જશે અને તહેવાર પણ આવીને જશે. જન્માષ્ટમી, ગણપતિ, રક્ષાબંધન, નવરાત્રી, દિવાળી તહેવારોમાં બેફામ નહીં બનતા નિયંત્રણમાં રહીને ઉત્સવ મનાવજો. વિતેલા દિવસોને યાદ કરજો. સૌને ઉત્સવ પ્રિય હોય છે. પણ માનવજીવનથી પ્રિય કશું નથી. તહેવાર તો પાછા પણ આવશે, પણ માણસ જતો રહેશે તો પાછો નહીં આવે. ગણપતિ બાપાની સ્થાપના કરો, પણ 100 ટકા વિસર્જન સોસાયટીમાં અને ઘરમાં જ કરો. સમય કઠીન છે. નવરાત્રી ઉજવવી છે તે વિચાર હમણાંથી જ મનમાંથી કાઢી નાંખો. ઉજવણી આપણા માટે પજવણી થઇ જશે. જેમ તેમ સારા દિવસો શરૂ થયા છે. મન પર પથ્થર મૂકીને ઘરમાં ગોકળિયું કરીને મનને મનાવી લો. કોલેજો ચાલુ થઇ ગઇ છે તે જરૂરી હતું પણ આપણા ઉત્સવ પર બ્રેક મારજો. છ મહિના સારા નીકળી જશે તો જિંદગીના બધા દિવસો માણી શકાશે. સુરત     -તુષાર શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top