National

રાહુલ ગાંધી જેવું વર્તન તમે કરશો નહીં, નરેન્દ્ર મોદીએ કોને આપી આવી સલાહ

નવી દિલ્હી: ગઈકાલે સોમવારે સંસદમાં રાહુલ ગાંધીના હિન્દુ અંગેના વિવાદાસ્પદ નિવેદન મામલે કોંગ્રેસને ઘેરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. આજે સવારે સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા એનડીએ સંસદીય દળની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં એનડીએના સાંસદોને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે લોકો સારું વર્તન કરો. તેમણે કહ્યું કે કોંગ્રેસના લોકો હેરાન છે કે એક ચા વેચનાર ત્રીજી વખત વડાપ્રધાન કેવી રીતે બન્યો. રાહુલ ગાંધીના વર્તનને ખોટું ગણાવતા તેમણે એનડીએના સાંસદોને સલાહ આપી છે કે તેઓ રાહુલ ગાંધી જેવું વર્તન ન કરે પરંતુ સારું વર્તન રાખે. તેમણે કહ્યું કે તમે લોકો વાંચીને આવો અને કોઈપણ મુદ્દા પર વિગતવાર વાત કરો.

એનડીએ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ સાંસદોને સારું વર્તન કરવાની સલાહ આપી છે. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે રાહુલ ગાંધીની ભાષા યોગ્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદીએ એનડીએના સાંસદોને કહ્યું છે કે આપણે સંસદમાં આવું વર્તન ન કરવું જોઈએ

એટલું જ નહીં એનડીએની બેઠકમાં પીએમ મોદીએ સાંસદોને સૂચન કર્યું કે તેઓ પીએમ મ્યુઝિયમની મુલાકાત લે અને ત્યાંની પાછલી સરકારોના કામકાજ વિશે પણ જાણે. તેમણે કહ્યું કે સાંસદોએ તેમના વિસ્તારમાં જનતા સાથે જોડાયેલા રહેવું જોઈએ અને તેમને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ વિશે માહિતી આપવી જોઈએ. આ સિવાય વડા પ્રધાને NDA સાંસદોને સલાહ આપી હતી કે તેઓ કોઈને કોઈ ક્ષેત્રમાં કુશળતા પ્રાપ્ત કરે. જેમ કે કોઈ પર્યાવરણ પર, કોઈ સામાજિક વિષય પર અને કોઈ રાજકારણમાં નિપુણતા મેળવી શકે છે.

આ દરમિયાન રાહુલ ગાંધીનું નિવેદન પણ આવ્યું છે. લોકસભામાં તેમના ભાષણના એક ભાગને રેકોર્ડમાંથી હટાવવા પર તેમણે કહ્યું કે સત્ય હટાવી શકાય નહીં.

રાહુલ ગાંધીનું હિન્દુ, હિંસા અંગેનું નિવેદન રેકર્ડ પરથી હટાવાયું
રાહુલ ગાંધીએ હિન્દુઓ અને હિંસા અંગે આપેલા નિવેદનને સંસદની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. ભાજપ દ્વારા લઘુમતીઓ સાથે અન્યાય કરવામાં આવે છે. આ પણ દૂર કરવામાં આવ્યું છે. આ અગ્નવીર સેના નથી, પીએમઓની યોજના છે, આ પણ હટાવી દેવામાં આવી છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ 24 કલાક નફરત અને હિંસા ફેલાવે છે. આ નિવેદન પણ કાર્યવાહીનો ભાગ નથી.

Most Popular

To Top