Madhya Gujarat

ચારૂસેટના દાતા અમેરિકાના પનુભાઈની શ્રદ્ધાંજલિ સભા

ચાંગા: ચારૂસેટ કેમ્પસના અગ્રણી દિલાવર દાતા અને અમેરિકા સ્થિત સ્વ. પનુભાઈબી. પટેલ (મહેળાવ/USA) ની શ્રધ્ધાંજલિ સભા ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં તા. ૬ ફેબ્રુઆરી ૨૦૨૧ને શનિવારે યોજાઈ હતી.

આ શ્રધ્ધાંજલિ સભામાં ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ અને ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ-માતૃસંસ્થા અને CHRF ના પ્રમુખ નગીન પટેલ, માતૃસંસ્થા, કેળવણી મંડળ અને CHRFના માનદ મંત્રી ડો.એમ.સી.પટેલ, ચારૂસેટ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ ડો. પંકજ જોશી ઉપરાંત કેળવણી મંડળ, માતૃસંસ્થા અને CHRFનાટ્રસ્ટી – હોદ્દેદારો અને કારોબારી સભ્યો સહિતએડવાઈઝર્સ, વિવિધ કોલેજોના ડીન, પ્રિન્સીપાલ, ફેકલ્ટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.દાતાના પત્ની ભાનુબેન અને પુત્ર હર્ષિતભાઈ અમેરિકા-ન્યુયોર્કથી ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતા.

પ્રારંભમાં ચારૂસેટ યુનિવર્સીટીના રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશીએસ્વ. પનુભાઈપટેલને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા તેમના ચારૂસેટ કેમ્પસ પરના અમુલ્ય યોગદાનની યાદ અપાવી હતી. ઉલ્લેખનીય છે કે પનુભાઈ પટેલ પરિવાર દ્વારા ચારૂસેટ કેમ્પસમાં ચારૂસેટ યુનિવર્સીટી અને ચારૂસેટ હોસ્પિટલ માટે રૂ. બે કરોડનું માતબર દાન પ્રાપ્ત થયું છે. પનુભાઈ પટેલ ચારૂસેટ સંલગ્ન ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીની એક વિદ્યાશાખા Upendra & Paresh U. Patel Department of Computer Engineeringના દાતા છે.

દાતા સ્વ. પનુભાઈ પટેલને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા કેળવણી મંડળના ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ (કમ્ફી)એ અગાઉ આફ્રિકાના યુગાન્ડામાં વસતા દાતા સાથેના સંબંધો યાદ કરતાં જણાવ્યું હતું કે સ્વ. પનુભાઈના નિધનથી સમાજને મોટી ખોટ પડી છે અને ચારુસેટે એક અગ્રણી દાતા ગુમાવ્યા છે.

ભૂતપૂર્વ પ્રિન્સીપાલ શનુભાઈ પટેલ, કેળવણી મંડળના સહમંત્રી મધુબેન પટેલ, માતૃસંસ્થાના ખજાનચી પ્રિ. આર. વી. પટેલ, માતૃસંસ્થાના ઉપપ્રમુખ વી. એમ. પટેલે દાતા સાથેના સ્મરણો યાદ કરતાં જણાવ્યું હતું કે સ્વ. પનુભાઈ પટેલનું જીવન મહેનત, લગન, સાહસિકતા, ઉદારતા જેવા ઉમદા ગુણોથી ભરપુર રહ્યું હતું.

આ પ્રસંગે સ્વ. પનુભાઈ પટેલના પુત્ર હર્ષિતભાઈએ અમેરિકા-ન્યુયોર્કથી  ભાવભીની અંજલી અર્પણ કરતા પિતાનું યોગદાન યાદ કરી આટલા ટૂંકા સમયગાળામાં શ્રધ્ધાંજલિ સભા યોજવા બદલ ચારુસેટ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમે અમારા પરિવારનો આધાર સ્તંભ ગુમાવ્યો છે. સમાજ માટે કામ કરવું અને સમાજની પ્રગતિ માટે દાન કરવું એ સંસ્કારો અમારા પરિવારની ગળથુથીમાં છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top