આપણે 25 માર્ચના ‘ગુજરાતમિત્ર’ દૈનિકમાં વાંચ્યું જ હશે કે દર વર્ષે કોર્પોરેટ કંપની દ્વારા રાજકીય પક્ષોને દાન આપવામાં આવે છે. જેમાં વર્ષોવર્ષ વધારો થતો જાય છે. કદાચ દાનની રકમ કરોડોમાં વાંચીને આશ્ચર્ય થશે જેમાં ભાજપ: 6074.01 – 171 ટકા વધારો. કોંગ્રેસ … 517.39 – 84 ટકા વધારો. આપ… 27.04 – 244 ટકા વધારો. સામાન્ય રીતે દરેક પક્ષના ચૂંટાયેલ પ્રતિનિધિને મફતમાં રહેવાનું, ફરવાનું, ફોન, ઉપરાંત મસમોટો પગાર તો મળે જ છે. તો પક્ષને પૈસાની જરૂરત કેમ? રાજકીય પક્ષો પ્રજાનાં કામ પ્રજાના ટેક્ષના પૈસાથી થાય છે. તો આ દાન કેમ?
કોર્પોરેટ કંપનીઓ દાનથી પ્રજાની વિવિધ સુવિધાઓ જેવી કે હોસ્પિટલ, અંતરિયાળ વિસ્તારમાં શાળા, પાણી વગેરેની સુવિધા માટે ખર્ચ કરી શકી હોત. દરેક કંપનીનું ધ્યેય, વ્યવસાય વધારો, આવક વધારવાનો હોય છે એટલે રાજકીય પક્ષોને દાન આપી દામ મેળવવાનો જ હોય, દાન આપી પક્ષોનો દોર પોતાના હાથમાં રાખવાનું સુંદર ગુપ્ત આયોજન છે. છેવટે આપેલું દાન પણ ભાવવધારો ભોગથી પ્રજાએ જ ચુકવવો પડે છે. આપેલ દાન પણ ભાવ વધારો ભોગવી પ્રજાએ ચૂકવવો પડે છે. આનો વિરોધ શકય નથી. કારણ દરેક પક્ષ આમાં સામેલ છે. ફિર ભી મેરા ભારત મહાન.
અમરોલી – બળવંત ટેલર .– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.