Charchapatra

યોગ્ય સમયે યોગ્ય દિશામાં કરેલુ દાન

અબજોપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીતના લગ્ન દિવા શાહ સાથે શુક્રવારે તા.7-02-2025ના દિને થયા. શાંતિગ્રામ ખાતે જૈન પરંપરા અનુસાર કરવામાં આવેલા આ લગ્નમાં પરિવારના સભ્યો અને થોડાક અંગત મિત્રોની હાજરીમાં થયા હતા. આ શુભ પ્રસંગે કોઈપણ સેલિબ્રિટીને કે કોઈપણ રાજકારણીને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. તેઓ ઈચ્છતે તો સી.એમ.થી માંડીને પી.એમ. સુધીની વ્યક્તિઓને આમંત્રિત કરી શક્યા હોત. પણ કોઈપણ જાતની ઝાકમઝોળ કે દેખાડો કર્યા વગર બને તેટલી સાદાઈથી આ લગ્નપ્રસંગનું આયોજન કર્યું હતું. તેમણે એક પોસ્ટમાં લખ્યું છે કે ‘‘આ એક નાનો અને અત્યંત અંગત સમારંભ હતો.

તેથી અમે ઈચ્છતા હોવા છતાં બધા શુભેચ્છકોને આમંત્રણ આપી શક્યા નથી. તેનું મને દુ:ખ છે અને તે માટે હું હૃદયથી માફી માંગુ છું.’ સૌથી સુંદર વાત તો એ છે કે આ લગ્ન પ્રસંગે રૂા. 10000/- કરોડનું દાન શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વિકાસ માટે કર્યું છે. આ દાનમાંથી સસ્તી પણ વિશ્વસ્તરીય હોસ્પિટલો, મેડિકલ કોલેજો, સસ્તી ઉચ્ચસ્તરીય શાળાઓ અને એડવાન્સ્ડ વૈશ્વિક કૌશલ્ય શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ કરવામાં આવશે. ધન્ય છે ગૌતમભાઈને તેમની આવી ઉમદા વિચારસરણી માટે! આપણા દેશના અબજપતિઓ અને ઉદ્યોગપતિઓ આમાંથી કોઈ બોધપાઠ લેશે?
સુરત- ડો. કિરીટ એન. ડુમસીયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

માસ્ટરમાઈન્ડ સાયબરક્રાઈમ
સાયબર ક્રાઈમ એક ગુનાહિત ચક્રનો માસ્ટર માઈન્ડ બિઝનેસ બની ગયો છે. એને કંટ્રોલમાં લેવું આવશ્યક છે. સોશ્યલ મીડિયાથી થતું ક્રાઈમ ટ્રાન્ઝેકશન જે તમે મોબાઈલમાં લોભામણી જોરશોરથી પ્રેરક થઈને હેર્કસ તમને અલગ પ્રકારથી લપેટમાં લે છે. કોઈપણ ઓર્ડરમાં OTP આવે તો તેની સાથે ટ્રાન્ઝેક્શન કરતા પહેલા સાવચેતી રાખજો. તમારા OTPની આપ–લે અને તમારા ડેટાની આપ–લે તમને મુસીબતમાં મુકી શકે છે. સાયબરક્રાઈમ એ એક મોટી છેતરપિંડીનો બિઝનેસ છે અને તેમાં તમારા પર ફ્રોડ કોલ અને મેસેજ આવે છે ને તમે એમાં ચેટ કરતા હેર્કસના સકંજામાં આવી જાઓ છો. બીજા કોઈ પણ ઓર્ડર ઓનલાઈન કરો ત્યારે કેશઓન ડીલેવરીનો આગ્રહ રાખો કારણ સોશ્યલમીડીયા પર દેખાડે છે અલગ અને તમારા ઘરે વસ્તુ આવે અલગ આ એક ખૂબ જ મોટો બિઝનેસ છે. ડેબીટકાર્ડ અને ક્રેડીટકાર્ડનો ઊપયોગ કરો તારે ઓટીપીની આપ–લે તય કરો નહિતર તમારે ભોગવવું પડશે. ઓનલાઈન શોપિંગ ટ્રાન્ઝેક્શન કરતા પહેલા સાવચેતી અને સલામતી રાખવી હિતાવહ છે.
સુરત     – તૃષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top