અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ( DONALD TRUMP) ફ્લોરિડાના સારાસોટાથી તેમની બીજી ‘સેવ અમેરિકા’ ( SAVE AMERICA) રેલીની શરૂઆત કરી છે. રિપબ્લિકન પાર્ટી ઓફ ફ્લોરિડા આ રેલીનો સહ-પ્રાયોજક છે. આ પૂર્ણ-દિવસ ઇવેન્ટનો હેતુ ટ્રમ્પના અભિયાન મેક અમેરિકા ગ્રેટ અગેન (એમએજીએ) ને ટેકો આપવાનો છે અને ટ્રમ્પ વહીવટની ઉપલબ્ધિઓને જાહેર કરે છે.
આ દરમિયાન અમેરિકન સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને આતશબાજી પણ કરવામાં આવશે. મીડિયાના જણાવ્યા અનુસાર કાર્યક્રમ પૂર્વે જ લોકોનું ટોળું સ્થળ પર પહોંચી ગયું હતું. લોકોના હાથમાં બેનરો અને પોસ્ટરો હતાં.
સારાસોટાના રહેવાસી ફિલિપ ક્રુઝે જણાવ્યું હતું કે તેઓ ટ્રમ્પ અને તેમની ઈમિગ્રેશન નીતિને ટેકો આપવા માટે અહીં આવ્યા છે. તેમણે કહ્યું કે ટ્રમ્પે 2024 માં ફરીથી રાષ્ટ્રપતિ બનવા જોઈએ કારણ કે બાઇડનનો વહીવટ દેશને પાતાળમાં લઈ જશે. તે જ સમયે, અન્ય એક વ્યક્તિ રુડોફે કહ્યું કે ટ્રમ્પ ફાઇટર છે.
ટ્રમ્પની કંપની પર સવાલો ઉભા થઈ રહ્યા છે
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કંપની ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન અને તેના લાંબા સમયથી ચીફ ફાઇનાન્શિયલ ફિસર (સીએફઓ) એલન વીઝલબર્ગ પર 15 વર્ષના કરચોરીના આરોપ મૂકવામાં આવ્યા છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે કંપનીએ એપાર્ટમેન્ટ ભાડા, કાર અને શાળાના ટ્યુશન ચુકવણીમાં 1.7 મિલિયનથી વધુનો ખર્ચ કર્યો છે, અને આ કોઈ રેકોર્ડમાં નોંધાયેલું નથી.જોકે ટ્રમ્પ ઉપર આ કેસનો આરોપ લાગ્યો નથી, તેમ છતાં ફરિયાદીઓએ જણાવ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિએ છેતરપિંડીની કથિત યોજના સંબંધિત કેટલીક તપાસમાં હસ્તાક્ષર કર્યા હતા.