- ઓ.ટી .ટી : Amazon
- રેટિંગ : 3/5
- જોનર : ક્રાઈમ ડ્રામા ઈમોશનલ સીરીઝ (હિન્દી ડબિંગ )
- એપિસોડ : 8
- સમય અવધિ : એક કલાક
- દિગ્દર્શક : Vicente Kubrusly, Breno Silveira
- કલાકાર : Gabriel Leone
- Flavio Tolezani
- Filipe Braganca
- Raquel Villar
- Mariana Cerrone
સ્ટોરી પ્લોટ : સ્ટોરી પ્લોટ બ્રાઝીલના રિયો સ્થિત છે , જ્યાં સુંદર બીચ અને સુંદર કન્યાઓ અને પાર્ટીનો જ માહોલ રહે છે, સુંદર લોકેશન હોટ એન્ડ કેપનિંગ લોકોના ટોળા જોવા મળે છે. એક જાબાંઝ પોલીસ ઓફિસર Victor Dantas – સિરીઝના પ્લસ પોઇન્ટ બ્રાઝીલીયન વેબ સીરીઝ ‘DOM’ પોર્ટુગીઝ, હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં ડબ કરવામાં આવી છે. અહીંયા ડ્રગસ, ક્રાઈમ, હિન્દી ફિલ્મો અને ટેલિવિઝન જેવી બાપ -બેટાની તકરાર અને ઈમોશનલ જર્નીને ડ્રામેટાઈઝ કરીને વેબ સિરીઝની સ્ટોરી ડેવલપ કરવામાં આવી છે અને 8 એપિસોડની વેબ સિરીઝ બનાવવામાં આવી છે. એક્ટર Flavio Tolezani સનકી પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં જામ્યો છે અને ગુનેગારને પકડવા માટે તે જમીન -આસમાન એક કરે છે, તે પોતાના મિશનમાં એટલો બીઝી રહે છે કે ઘર તરફ ધ્યાન આપી શકતો નથી. એક્ટર Gabriel Leone હેન્ડસમ છે તો અભિનય પણ તેનો એટલો જ ચાર્મિંગ છે. એક્ટર Flavio Tolezani અને એક્ટર Gabriel Leone બંને બાપ – બેટાની ભૂમિકામાં જામ્યા છે. Pedro Dom ડ્રગ એબ્યુઝનો શિકાર બને છે અને તેના જીવન ઉપર તેની કેવી માઠી અસર પડે છે એ બાબત ઈમ્પૅક્ટફુલ છે અને દર્શકોને ઇમોશનલી ટચ કરશે. બાપ -દીકરાના કોમ્પ્લેક્સ રિલેશનશિપને બહુ સુંદર રીતે દેખાડવામાં આવ્યું છે. 70ના દાયકાનું બ્રાઝીલ અને મોર્ડન બ્રાઝીલ દેખાડવામાં આવ્યું છે તે તમને ગમશે. યુથ ઉપર કોકેનની કેટલી ખરાબ અસર થાય છે તે દેખાડવામાં આવ્યું છે.
માઈનસ પોઇન્ટ સીરીઝના એપિસોડ બહુ લાંબા છે એટલે સીરીઝ અમુક એપિસોડમાં બોરિંગ લાગે છે, ક્રાઈમને પણ હિન્દી ફિલ્મોની જેમ ઓવર ડ્રામેટાઈઝ કરવામાં આવ્યું છે એટલે તમને કંટાળો આવે સ્વાભાવિક બાબત છે. અમુક એપિસોડમાં એડલ્ટ સીન અને ન્યુડિટી ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા છે જેની કોઈ જરૂર નહોતી, તમને લાગશે કે કામુક દ્રશ્યોનો આટલો બધો ઓવરડોઝ કેમ છે? વિદેશી સિરીઝ 120 કે 70 મિનિટ જેવી લાંબી હોય છે અને ભારતીય ઓડિયન્સ આવી સીરીઝ જોવા ટેવાયેલા નથી હોતા. લંબાઈ ઘટાડાયેલી હોત તો આ સિરીઝ જોવાની વધુ મજા આવી હોત.
સિરીઝ જોવી કે નહિ? એક્શન ડ્રામા જોનારા દર્શકોને આ સિરીઝ ગમશે તેઓ એક્શન સિક્વન્સને માણશે. પણ ન્યુડિટીને કારણે બાળકો અને ફેમિલી ઓડિયન્સ આ સીરીઝ નહીં જુએ.