Gujarat

ગુજરાતના દરિયામાં ગોવાની જેમ જ ડોલ્ફિન જોવા મળી, રમતિયાળ ડોલ્ફિનનો વીડિયો થયો વાયરલ

ઓખા: સામાન્ય રીતે પહેલા લોકો ડોલ્ફિનને (Dolphin) જોવા માટે ગોવા (Goa) જતા હતા. પરંતુ હવે ગુજરાતમાં (Gujarat) જ ડોલ્ફિનને જોવાનો લ્હાવો લોકોને મળી રહ્યો છે. દેશમાં સૌથી મોટો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતના દરિયામાં હવે ડોલ્ફિન વસવાટ કરવા લાગી છે. ઓખા (Okha) નજીક માછીમારોને કેટલીક વાર ડોલ્ફિનનું ઝૂંડ જોવા મળે છે. તેમજ પ્રવાસીઓને પણ અનેક વાર રમતિયાળ અંદાજમાં ડોલ્ફિનના જોવા મળે છે. તેથી કહી શકાય કે ડોલ્ફિને ધીરે ધીરે સોરાષ્ટ્રના દરિયામાં પોતાનો વસવાટ શરૂ કરી દીધો છે. સાશિયલ મીડિયામાં ઓખા નજીક રમતિયાળ અંદાજમાં ત્રણથી ચાર ડોલ્ફિનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

  • ઓખાના દરિયામાં રમતિયાળ ડોલ્ફિનના અદભૂત દ્રર્શયો જોવા મળ્યા
  • ઓખાના દરિયામાં ડોલ્ફિનનો રમતિયાળ વીડિયો વાયરલ
  • ઓખા, દ્વારકા અને પિરોટન ટાપુ નજીક ડોલ્ફિનનું ઝૂંડ જોવા મળી રહે છે
  • પ્રવાસીઓ અને માછીમારોને ઘણીવાર ડોલ્ફિનનું ઝૂંડ નજીકથી જોવા મળે છે
  • પીરોટન ટાપુ અને નરારા ટાપુ પર દુર્લભ દરિયાઈ જીવો જોવા મળી રહી છે

છેલ્લા કેટલાક સમયથી ડોલ્ફિનોનું ઝૂંડ સોરાષ્ટ્રના દરિયામાં જોવા મળે છે. તેથી કહી શકાય કે ડોલ્ફિનોએ સોરાષ્ટ્રના દરિયાને પોતાનું ઘર બનાવ્યું છે. તેમજ જામનગર નજીક આવેલા મરીન નેશનલ પાર્કમાં પણ મોટી સંખ્યામાં દરિયા જીવસૃષ્ટિ વસવાટ કરે છે. પીરોટન ટાપુ અને નરારા ટાપુ પર દુર્લભ દરિયાઈ જીવો જોવા મળે છે. આ ટાપુ પર જતી સમયે અથવા તો ઓખાથી બેટ દ્વારકા જતા સમયે પ્રવાસીઓને ઘણીવાર નજીકથી ડોલ્ફિનના રમતિળાય દ્રર્શયો જોવા મળે છે. પોરબંદર આસપાસના દરિયાઈ વિસ્તારમાં પણ ઘણીવાર માછીમારોને ડોલ્ફિનના ઝૂંડ જોવા મળી રહે છે.

એક સર્વે અનુસાર ઓખા, દ્વારકા અને પિરોટન ટાપુમાં દરિયામાં થોડા દૂર જઈએ એટલે બોટની નજીક આવીને ડોલ્ફિનો છલાંગ લગાવતી જોવા મળે તેવી પૂરી શક્યતા હોય છે. વાઈલ્ડલાઈન ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાએ 2019માં હાથ ધરેલા રીસર્ચમાં દરિયામાં 232 ડોલ્ફિન જોવા મળી હતી. જ્યારે બાકીના રાજ્યો જેવા કે તમિલનાડુ, આંદામાન નિકોબાર ટાપુ સહિતના દરિયાકાંઠામા માત્ર 135ની આસપાસ જ ડોલ્ફિનો જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે ભારતમાં નદીની ડોલ્ફિન ઉપરાંત દરિયાઈ ડોલ્ફિનની ચાર પ્રજાતિઓ છે જેમાં બોટલનોઝ ડોલ્ફિન, કોમન ડોલ્ફિન, ઈન્ડો-પેસિફિક ડોલ્ફિન, હમ્પબેક ડોલ્ફિનનો સમાવેશ થાય છે.

Most Popular

To Top