સુરત: (Surat) શહેરના ભટાર ખાતે રહેતા એપાર્ટમેન્ટની નીચે એપાર્ટમેન્ટમાં રહેતું પાળેલા કુતરાએ (Dog) 6 વર્ષના બાળકને બચકું ભર્યું હતું. બાળકને નવી સિવિલમાં (New Civil) ખસેડી સારવાર કરાઈ હતી. જે વ્યક્તિના કુતરાએ બચકું ભર્યું તેને ઉપરથી દાદાગીરી કરતા ખટોદરા પોલીસમાં ફરિયાદ (Police Complaint) નોંધાવી હતી.
- ભટારમાં માતા-પિતા સાથે ચાલવા નીકળેલા 6 વર્ષના બાળકને કુતરાંએ બચકું ભર્યું
- જે વ્યક્તિના કુતરાંએ બચકું ભર્યું તેણે ઉપરથી દાદાગીરી કરતા ખટોદરા પોલીસમાં ફરિયાદ
ભટાર ખાતે ક્રિષ્ના પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા 39 વર્ષીય જીતેશભાઈ રવિન્દ્ર પાઠક નવી સિવિલમાં ટીબી વિભાગમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. ગઈકાલે રાત્રે તેઓ પત્ની અને પુત્ર સાથે એપાર્ટમેન્ટમાં નીચે ચાલવા નીકળ્યા હતા. ત્યારે એપાર્ટમેન્ટમાં રહેતો પ્રતિક તેના માતા-પિતા અને તેની બહેન તેમનો પાળેલો કુતરો લઈને પાર્કિંગમાં બેઠા હતા. આ કુતરાએ જીતેશભાઈના 6 વર્ષના પુત્ર હર્ષના પગમાં બચકુ ભર્યું હતું. જેથી જીતેશભાઈ આ બાબતે પ્રતિકને કહેવા જતા ‘હું મારા કુતરાને છુટો મુકી દઈશ, તમારાથી જે થાય તે કરી લેજો’ તેવું કહીને ધમકી આપી હતી. અને તે સમયે પ્રતિક સાથે હાજર તેના પરિવારે પણ જીતેશભાઈને ગાળો આપી હતી. અને ‘અમે દસ કુતરા પાળીશું અને છુટા મુકીશું કોઈને કરડી જશે તો અમારી કોઈ જવાબદારી રહેતી નથી તમારાથી થાય તે કરી લેજો’ તેમ કહ્યું હતું. જેતી જીતેશભાઈએ પ્રતિકની સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બિભત્સ મેસેજ મોકલી વેપારીના પરિવારને હેરાન કરતો શખ્સ દિલ્લીથી ઝડપાયો
સુરત: વેસુ ખાતે રહેતા રિંગરોડના સાડી વેપારીના ભાઇના ઇન્સ્ટાગ્રામ આઇડી પર તેની પત્ની અંગે રાઘવઅરોર327 નામની આઇડી પરથી બિભત્સ મેસેજ આવ્યો હતો. ભાવિને મેસેજનો કોઇ રિપ્લાય આપ્યો નહોતો. પરંતુ આઇડી બ્લોક કરી દીધું હતું. જેથી ભેજાબાજે રાગ્સ12189 નામે ફેક આઇડી બનાવી મેસેજ કર્યા હતા. તેને મેસેજ કરી હેરાન નહી કરવા વિનંતી કરતા ગાળો આપતો ઓડીયો ક્લીપ મોકલાવ્યા બાદ ડિલીટ કરી દીધી હતી. ત્યારબાદ દંપત્તિ અને તેમના પરિવારના સભ્યોને પણ બિભત્સ મેસેજ મોકલવાનું ચાલુ કર્યું હતું. ઉમરા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી રાઘવ સંજીવ અરોડા (ઉ.વ.૩૦ રહેવાસી:- એફ-૨૧, મોડલ ટાઉન -૧, મોડનટાઉન પોલીસ સ્ટેશન, નોર્થ-ઇસ્ટ દિલ્હી) ને ઝડપી પાડ્યો હતો.