Charchapatra

ટપાલમાં પત્ર પહોંચે એ નવી પેઢી જાણતી નથી?

ગઇકાલે હું નવયુગ પોસ્ટઓફિસ પર પત્ર નાંકવા ગયો, ત્યાં એક યુવતિ લગભગ 16-17 વર્ષની પોતાની મા સાથે ઊભી હતી તેનુ સ્કુટર એવી રીતે પાર્ક કરેલું કે તે ખસે તો જ ટપાલપેટી પાસે પહોંચાય તેમ હતું મેં તે ખસેડવા જણાવ્યું તે યુવતીએ તરત ખસેડયું અને મેં પત્ર ટપાલપેટીમાં નાંખ્યો. આ જોઇ પેલી છોકરીને તો બહુ નવાઈ લાગી. મને કહે ‘તમે એમાં શું નાંખ્યું?’ મેં કહ્યું ‘કાગળ’ કોને? ‘અહીં સુરતમાં જ ‘ગુજરાતમિત્ર’’ નામના ડેઈલીને ‘તો વળી પૂછયું’ તો એ કાગળ તેમને મળી જશે? ‘હા ચોક્કસ મળશે.’ આ યુવતિ મોબાઈલ પર સંદેશ વ્યવહાર કરતી લાગી તેને ખબર જ નહીં કે પોસ્ટ ખાતુ ઇ.સ. 1764 થી ચાલે છે અને એક રૂપિયાનો પોસ્ટ કાર્ડ સરકાર સુરતથી ઉંચકી ઠેઠ આશામ અને કાશ્મીરથી લઇ કન્યાકુમારી સુધી પહોંચાડે છે.

તેણે મને વધુ આગળ પુછયું’ તમે કાગળ કેમ લખો છે? તેનો ઇશારો એસ.એમ.એસ. વ્હોટ્સએપ, મેસેન્જર પર હતો. એટલે મારે કહેવું પડયું. ‘તમે મોબાઈલ પર જે સંદેશા મોકલો છો, તે 24 કલાકે ક પછી મહિને દહાડે આપોઆપ અલોપથઇ જાય છે.આ લખાણોની કોઇ યાદગીરી રહેતી નથી. પરંતુ તમે પોસ્ટકાર્ડ કે પાંચ રૂપિયાના કવરમાં ફુલસ્કેપ બે પાના ભરીને લખો તે લખાણ કાયમી બની જાય છે. સામી વ્યક્તિ તે પુસ્તક ફાઈલ કે ‘કબાટમાં યાદગીરી તરીકે સાચવી રાખે, વર્ષો પછી પણ તમે મિત્રો કે સગાવ્હાલાના પત્રો વાંચી જે તે સમયે તેમનામાં અને તમારામાં જે ભાવનાઓ, લાગણીઓ પેદા થઇ હોય તે પાછી માણી શકો.

યાદગીરી રાખવી કે રખાવવી હોય, તો હંમેશા પત્રો લખવા, વર્ષો પછી પણ તમે વંચાશો અને બીજાના પત્રો વાંચી ભૂતકાળની મજા લઇ શકશો.’ મારો જવાબ સાંભળીએ છોકરીને નવાઈ લાગી મેં તદ્દન નજીકથી તેને જોઇ, તો જોયું કે હજારો રૂપિયાને ખર્ચે તેણે દાંત બંધાવ્યા હતા. આવા પૈસાદાર કુટુંબમાંથી આવતી છોકરીને ટપાલ ખાતાની માયાજાળ નેટવર્કની ખબર જ ન હતી. અને તે તો વળી ભણેલી હતી. એટલે મને યાદ આવ્યું કે ગયે વર્ષે ઘણી સ્કૂલોમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને પોસ્ટકાર્ડ બતાવેલા મેં આવા ચાર-પાંચ પોષ્ટકાર્ડ છોકરાઓને આપેલાપણ જેથી તેમને ખબર પડે કે ટપાલ ખાતાની વ્યવસ્થા ચાલુ છે અને 50 પૈસાનો પોસ્ટકાર્ડ હજારો માઈલની મુસાફરી તમારે માટે કરી શકે છે.
સુરત     – ભરત પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top