Vadodara

પાલિકા ઢોર પકડવાની કામગીરી કરે છે ખરી ?

વડોદરા  : વડોદરા શહેરમાં જ્યારે રખડતા ઢોરના કારણે કોઈ ગંભીર ઘટના બને તો પાલિકા તરત જ એક્શન મોડમાં આવીને ઢોર પકડવાની કામગીરી પુરજોશમાં કરી વાહવાહી લુટે છે. ગંભીર ઘટના બન્યા બાદ જે કામગીરી થાય છે તેજ કામગીરી ફક્ત બે કે ત્રણ દિવસ ચાલે છે પછી જેસે થે વેસે હી જેવી સ્થિતિ થાય જાય છે. શહેરમાં રખડતા ઢોર કારણે દિનપ્રતિદિન અકસ્માતના બનાવ વધુને વધુ બનતા જ જાય છે. જેને કારણે મેયરની સીધી સૂચનાથી પાલિકા દ્વારા શહેરમાં ઢોરને કારણે થયેલા અકસ્માતના બનાવ બાદ મોડે મોડે જાગી હતી.

તેવામાં પાલિકા દ્વારા થોડા દિવસ પહેલા ફક્ત નવ ઢોરવાડા સીલ કરીને સંતોષ માન્યો હતો. પાલિકાએ ઢોર પાર્ટી ની ટીમે પોલીસને સાથે રાખીને વાધોડીયા રોડ ખાતે આવેલ નવ ઢોરવાડા  સીલ કર્યા હતા. જેમાં પશુપાલકો જોડે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું જેથી પશુ પાલકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. પાલિકાની ટીમ પર લાકડી અને પાવડા વડે મહિલા એ હુમલો પણ થયો હતો. છતાં પણ આટલું બધા બનાવ બાદ પણ પાલિકા હજી ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા શહેરના દિવસ હોય કે રાત રોડ રસ્તા પર હજુ પણ રખડતા ઢોર જોવા મળી રહ્યા છે.  જો પાલિકા દ્વારા ઢોર પકડાય છે તો વડોદરા શહેરમાં રખડતા ઢોર આવે છે ક્યાંથી તે શહેરીજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વડોદરા મહાનગર પાલિકાની ઢોર પાર્ટી દ્વારા ઢોર ને કારણે કોઈ ગંભીર અકસ્માત થાય ત્યારે જ ઢોર પકડવાની કામગીરી જોરશોરથી કરીને પાલિકાની ઢોર પાર્ટી સંતોષ માને છે. થોડા દિવસ અગાઉ વાધોડીયા રોડ પર થયેલા ગંભીર અકસ્માત ના પગલે મેયરની સીધી સૂચનાથી પાલિકાની ઢોર પાર્ટી દ્વારા ગેરકાયદેસર બનેલા નવ ઢોરવાળા સીલ કરવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમારા ઢોર તમારી પ્રિમાઇસીસ મા જ રાખો તેને રસ્તે રખડતા ના રાખો જેથી કોઈ શહેરીજનોને નુકશાન ન થાય.

દિવસ હોય કે રાત વડોદરા શહેરમાં રોજે રોજે રસ્તા પર રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. પાલિકા દ્વારા વડોદરા શહેરની બહાર ઢોર પકડતા હોય તેમ લાગી રહ્યું છે. કારણે કે ઢોર તો દરરોજ પકડે છે તો શહેરની મધ્યમાં આવેલ વિસ્તારોમાં ઢોર પકડતી નથી તેવું લાગે છે. શહેરના હૃદય સમાં ગીચ વિસ્તારમાં તો રાત્રે તો ઠીક છે પણ દિવસે પણ ઢોરોના ઝુંડના  ઝુંડ ફરે તે શહેરીજનોને દેખાય છે તો પાલિકા સત્તાધીશોને કેમ આ ઢોર દેખાતા નથી તે એક આજકાલ ચર્ચાનો વિષય બની રહ્યો છે. હવે જોવું રહ્યું કે  પાલિકા આવા હૃદય સમા ગીચ વિસ્તારમાં વિસ્તારો માં ક્યારે ઢોર પકડશે તે એક શહેરીજનોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

પાલિકાની ઢોર પાર્ટીએ બુધવારે 19 ઢોર પકડી ડબ્બામાં પૂર્યાં
પાલિકાની ગંભીર અકસ્માતના બનાવ બાદ ઢોર પાર્ટીએ દિવસમાં ત્રણ ટીમો બનાવીને ત્રણ ટાઇમ ઢોર પકડવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં આજ રોજ ઢોર પકડવાની કામગીરીમાં ઢોર પાર્ટીએ કુલ ૧૯ ઢોર પકડીને પાંજરે પૂર્યા હતા. – માંગેશ જયસ્વાલ

Most Popular

To Top